આદિ અનાદી કાળથી ચાલી આવતી પરંપરા મુજબ આદિવાસીઓ ગામની સુખાકારી જળવાઇ રહે તે માટે હજારો લાખો રૂપિયાનો ખર્ચ કરીને દર પાંચ વર્ષે ગામસાઇ ઇન્દની ઉજવણી કરતાં હોય છે ત્યારે છોટાઉદેપુર પાસે આવેલા ખજૂરિયા ગામના ત્રણ ફળિયામાં 40 વર્ષ બાદ ગામની સીમમાં બિરાજમાન દેવી દેવતાઓની પેઢી બદલવાનો 10 દીવસનો ઉત્સવ આસ્થભેર ઉજવણી કરવામાં આવે છે.
ઇન્દ ઉજવવાની પરંપરા મુજબ ત્રણે ગામના લોકો વાજતે ગાજતે કલમ કળાના વૃક્ષની પૂજા વિધિ કરી નવ દાળ કાપવાની વૃક્ષદેવની મંજુરી લઇ દાળો કાપવામાં આવી હતી. અને ગામ લોકોએ કલમની દાળોને નીચે નહીં પડવા દેતાં અધ્ધર ઝીલવી લીધી હતી. તો મહિલાએ પણ “બળવો અડધી રાતે દાળો કપાવે ‘ નાં લોકો ગીતો ગાતી નજરે પડી હતી.
ઉલ્લેખનીય છે કે ખજૂરીયા ગામના પ્રત્યેક લોકો ગામસાઇ ઇન્દને ઉજવવા આદિવાસીઓનાં પરંપરાગત વસ્ત્રોમાં સજજ બની, ઢોલ, માંદલ, ખલખસીયા, ઘૂઘરા અને શરણાઈનાં શૂર સાથે નાચવા કૂદવામાં કોઈ કસર છોડી ન હતી.