ધ્યપ્રદેશના ઈન્દોરમાં એક કાર ચાલકે ગુંડાગર્દી બતાવતા ટ્રાફિક પોલીસકર્મીને ટક્કર મારી, જેના કારણે કોન્સ્ટેબલ કારના બોનેટ પર પડી ગયો. આ પછી પણ કાર ચાલક રોકાયો નહીં, પરંતુ સ્પીડમાં આગળ વધતો રહ્યો. મળતી માહિતી મુજબ, ટ્રાફિક હેડ કોન્સ્ટેબલ લાંબા સમય સુધી બોનેટ પર લટકતો રહ્યો અને આરોપી ડ્રાઈવર તેને ચાર કિલોમીટર સુધી ખેંચી ગયો.
કેટલાય કિલોમીટર દૂર ગયા બાદ પોલીસકર્મી બોનેટ પરથી નીચે પડ્યો હતો. અન્ય પોલીસકર્મીઓએ તેમની બાઇક પર કારનો પીછો કર્યો અને કોઈક રીતે કારને રોકીને આરોપીને પકડી લીધો. આ સાથે જ વાહનની તપાસમાં વધુ એક ચોંકાવનારી બાબત સામે આવી છે. આરોપી ડ્રાઈવર પાસેથી એક પિસ્તોલ પણ મળી આવી છે