છોટાઉદેપુર જિલ્લામાં જાણે ગાંજોની ખેતી સાવ સામાન્ય થઈ ગઈ હોય તેમ થોડા- થોડા દિવસના અંતરે પોલીસ ગાંજાની ખેતી તેમજ ગાંજાની હેરાફેરી કરતા શખ્સને ઝડપી પાડતી હોય છે. આ બધાં વચ્ચે ફરી એકવાર ગાંજાની ખેતી કરનાર શખ્સને પોલીસે ઝડપી લીધો છે. સમગ્ર ઘટના ક્રમની વાત કરીએ તો, છોટાઉદેપુર SOG પોલીસને બાતમી મળી હતી કે, જિલ્લાના બૈડીયા ગામે રહેતા છારિયા મણિયાભાઈ રાઠવા અને હસમુખભાઈ ઉર્ફે હસુડિયા રાઠવા પોતાના ખેતરમાં બિન અધિકૃત લીલા ગાંજાની ખેતી કરી રહ્યા હોવાનું પોલીસને જાણ થઈ હતી.
જે માહિતી મળતા SOG અને LCB પોલીસે બૈડીયા ગામે રેડ પાડતા છારિયા રાઠવાના ખેતરમાંથી લીલા ગાંજાના કુલ 878 છોડ ઝડપી પાડ્યા હતા. જેનું વજન 1,456 કિલો અને કિંમત 1 કરોડ 45 લાખ 68 માનવામાં આવે છે. હાલ તો પોલીસે તમામ ગાંજાનો જથ્થો ઝડપી પાડી આરોપીઓની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. તેમજ ફરાર થયેલા આરોપીઓને ઝડપી પાડવા વિવિધ ટીમો બનાવી વધુ તપાસ હાથ ધરી છે. ત્યારે આગામી સમયમાં જોવું એ રહ્યું કે, પોલીસ ફરાર આરોપીઓને ક્યારે ઝડપી પાડે છે.