છોટાઉદેપુર SOGની ટીમે નસવાડીના મેમણ કોલોની વિસ્તારમાંથી ઓઈલ ભરેલા બેરલનો જથ્થો ઝડપી પાડ્યો છે. બાર જેટલા પીપડા ભરેલા ઓઈલનો જથ્થો મળી આવતા અનેક તર્ક વિતર્ક સામે આવી રહ્યા છે. હાલ તો પોલીસે આ ઓઈલનો જથ્થો કબ્જે કરી ઓઈલ ક્યાંથી લાવ્યા હતા તે દિશમાં પોલીસે તપાસ હાથ ધરી છે.