તાપી જિલ્લાના ગોડધા ગામમાંથી કંપારી છૂટે એવી ઘટના સામે આવી છે. દીકરીના અભ્યાસની ફી ન ભરી શકનારા મજબૂર પિતાએ મોતને વ્હાલ કર્યુ છે. ગોડધાના વતની અને 46 વર્ષીય બકુલભાઈ પટેલે દીકરીના અભ્યાસની ફી ભરવાની ચિંતામાં મોતને વ્હાલું કર્યુ છે. ગોડધામાં સ્મશાન તરફ આવેલી નદીના કાચા રસ્તા પાસેથી બકુલભાઈનો મૃતદેહ મળી આવ્યો હતો. ઘટનાની જાણ ગામ લોકોને થતાં ગામ લોકોએ બનાવ મામલે પોલીસને જાણ કરી હતી. જે બાદ વાલોડ પોલીસે ઘટના સ્થળે પહોંચી ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
બકુલભાઈ પટેલનો એક પુત્ર કેનેડામાં રહીને અભ્યાસ કરે છે. જ્યારે તેમની પુત્રી બેચલર ઓફ આર્કિટેકમાં માલીબાની કૉલેજમાં અભ્યાસ કરે છે. તેમના પરિવાર ગોડદાથી બારડોલીના બાબેનમાં અવધ લાઈફ સ્ટાઈલમાં મકાન રાખીને રહે છે. દીકરીની કૉલેજ ચાલુ હતી અને તેની ફી ભરવાની અંતિમ તારીખ હતી. બીજી તરફ, તેમની આર્થિક સ્થિતિ સારી ન હોઈ તેઓ ફી ભરી શકે એમ નહોતા જેથી આખરે જિંદગીથી કંટાળીને આપઘાત કરી લીધો હતો.
જીવનમાં જ્યારે પણ સુખઃ દુખ આવે કે પછી, આર્થિક સંકટ આવે તો પરિવાર તેમજ સગા સંબધીઓને જાણ કરવી જોઈએ કારણ કે, એક પિતાના આપઘાત પછી પરિવાર પર શુ વિતતું હશે એ તો તમે અને હું સારી રીતે સજાજી શકીએ છીએ. પિતાએ તો આપઘાત કરી લેતા તેઓ સંસારની જવાબદારીઓમાંથી છૂટી ગયા પણ તમારા ગયા પછી દીકરી કે દિકરાનું શું તેમજ સગા સંબંધીઓનું શું એ પણ આપઘાતનું પગલું ભરતા પહેલા વિચારવું જોઈએ.