પાકિસ્તાન ક્યારે સુધરશે તે મોટો સવાલ થઈ રહ્યો છે. કારણે કે પાકિસ્તાન એવો દેશ છે જે ગમે ત્યારે ભારત સાથે કાંકરી ચાળો કરતું રહે છે. આ બધાં વચ્ચે પાકિસ્તાને ફરી એકવાર ભારતને ધમકી આપી છે. સંયુક્ત રાષ્ટ્ર સંઘની બેઠકમાં પાકિસ્તાના વિદેશ મંત્રી બિલાવલ ભુટ્ટો ઝરદારીએ વડા પ્રધાન નરેન્દ્ર મોદી માટે અપમાનજનક શબ્દો બોલવાનો મામલો હજી ઠંડો પડ્યો નથી. ત્યાં હવે પાકિસ્તાનના પ્રધાન શાઝિયા મારીએ ભારતને પરમાણુ યુદ્ધની ધમકી આપી છે. શાઝિયા મારીએ કહ્યું હતું કે, “ભારતે ભૂલવું ના જોઈએ કે પાકિસ્તાન પાસે પરમાણુ બોમ્બ છે. પાકિસ્તાનની પરમાણુ સ્થિતિ ચૂપ રેહવા મટે નથી. જરૂર પડ્યે અમે પાછળ હટીશું નહીં.” તેમના નિવેદન બાદ લોકોમાં ફરીવાર પરમાણુ બોમ્બની ચર્ચા શરૂ થઈ ગઈ છે.
ફેડરેશન ઓફ અમેરિકન સાયન્ટિસ્ટ્સના તાજેતરના અંદાજ મુજબ, વિશ્વમાં લગભગ 12,700 વોરહેડ્સ અથવા પરમાણુ હથિયારો છે. રશિયા પાસે સૌથી વધુ 5,977 હથિયારો છે. આ યાદીમાં રશિયા ટોચ પર છે. ભારતની વાત કરીએ તો સ્વીડિશ આર્મ્સ મોનિટરિંગ ઓર્ગેનાઈઝેશન સ્ટોકહોમ ઈન્ટરનેશનલ પીસ રિસર્ચ ઈન્સ્ટિટ્યૂટ અનુસાર, 2022ના જાન્યુઆરી મહિના સુધીમાં ભારત પાસે પરમાણુ હથિયારોની સંખ્યા 156 થી વધીને 160 થઈ ગઈ હતી. જ્યારે પાકિસ્તાન પાસે 165 વોરહેડ છે.
સ્ટોકહોમ ઇન્ટરનેશનલ પીસ ઇન્સ્ટિટ્યૂટના તાજેતરના અંદાજ મુજબ, ચીન પાસે અંદાજિત 350 પરમાણુ હથિયારો છે. જોકે, પરમાણુ હથિયારોની ખરી સ્પર્ધા રશિયા અને અમેરિકા વચ્ચે છે. રશિયા પાસે 5,977 અને અમેરિકા પાસે 5,428 પરમાણુ શસ્ત્રો છે. અમેરિકા અને રશિયા પાસે વિશ્વના 90% પરમાણુ હથિયારો છે. અહેવાલ મુજબ ભારત પણ તેના પરમાણુ હથિયારોને આધુનિક બનાવવા માટે સતત આગળ વધી રહ્યું છે, જેમાં 36 નવા રાફેલ ફાઈટર જેટ, સુખોઈ-30MKI, મિરાજ-2000 અને જગુઆરે પણ ભારતીય સેનાને નવી તાકાત આપી છે