ઉત્તરાખંડના યુવા ક્રિકેટર અભિમન્યુ ઈશ્વરનને બાંગ્લાદેશ વિરુદ્ધની ટેસ્ટ સિરિઝ માટે ભારતીય ટેસ્ટ ટીમના કેપ્ટન રોહિત શર્માને સ્થાને લેવામાં આવ્યો છે. તેના સિલેકશનથી ઉત્તરાખંડમાં ક્રિકેટપ્રેમીઓ ઝુમી ઉઠ્યા છે. મૂળ દહેરાદૂનનો 28 વર્ષનો અભિમન્યુ રાઈટ હેન્ડેડ બેટ્સમેન છે અને જરૂરિયાત સમયે તે લેગ બ્રેક બોલિંગ પણ કરી શકે છે. પહેલી ટેસ્ટમાં તેને તક મળી નહોતી. હવે બીજી ટેસ્ટ મેચમાં તેનો સમાવેશ કરવામાં આવે એવી આશા છે. નાનપણથી ક્રિકેટ રમવાનું સપનુ જોનારો અભિમન્યુની ક્રિકેટ કારકિર્દી પાછળ તેના પિતા આરપી ઈશ્વરનનું યોગદાન છે.
મૂળ તમિલનાડુના ચેન્નઈના રહેવાસી પણ વર્ષો પહેલા ઉત્તરાખંડના દહેરાદુનમાં કામ અર્થે સ્થાઈ થયેલા ઈશ્વરન પોતાના દીકરા અભિમન્યુને ક્રિકેટર બનાવવા માટે પોતાની ચાર્ટર્ડ એકાઉટન્સની નોકરી છોડી દીકરાનું કોચિંગનું કામ શરૂ કર્યું પિતા ઈશ્વરનનું ક્રિકેટર બનવાનું સપનું પૂરું નહીં થયું પણ દીકરા અભિમન્યુએ નાનપણથી તેની ટ્રેનિંગ આપવાનું ચાલુ કર્યું હતું. 2014માં અંડર-13 તેને કલકત્તાના બનગાંવમાં નિર્મલ સેન ગુપ્તા પાસે ક્રિકેટ શીખવા મોકલી દીધો હતો.
ક્રિકેટર રાહુલ દ્રવિડનો પોતાનો આદર્શ માનનારા અભિમન્યુ પ્રથમ કક્ષાની ક્રિકેટ અને ઈન્ડિયાએ માટે રમતો હતો. ત્યારથી ભારતીય ક્રિકેટ સિલેકશન ટીમની નજર તેના પર હતી. પ્રથમ શ્રેણીમાં રનનો ઢગલો કર્યો હોવા છતાં ક્રિકેટ લીગની આઈપીએલમાં તેને કોઈએ ખરીદયો નહોતો. છતાં હાર નહીં માનતા પોતાનું પ્રદર્શન સતત સુધારતો રહ્યો છે. તેણે 2013-14માં રણજી ટ્રોફીની ક્વાર્ટર ફાઈનલમાં સુદીપ ચર્ટજી સાથે 163 રનની ભાગીદારી પણ કરી હતી. અભિમન્યુએ બંગાળની ટી-20 ટીમમાં 2016-17 આંતરરાજ્ય ટીમ-20 ટુર્નામેન્ટથી ડેબ્યુ કર્યું હતું.
પછીના વર્ષમાં તે દેવધર ટ્રોફીમાં ભાગ લેનારી ટીમમાં આવ્યો હતો. 2019-20માં દલીપ ટ્રોફી માટે રેડ ટીમમાં તેનો સમાવેશ કરવામાં આવ્યો હતો. આ ટુર્નામેન્ટની ફાઈનલમાં તેણે ગ્રીન ટીમ વિરુદ્ધ 153 રન માર્યા હતા. જે ખેલાડી એટલે અભિમન્યુ જેની ભારતીય ટીમમાં રોહિત શર્માની જગ્યાએ પસંદગી થઈ શકે છે.