31 C
Ahmedabad
Wednesday, April 24, 2024

મરઘા ભરવાના પીંજરા નીચે લાખો રૂપિયાનો વિદેશી દારૂ, વીડિયો થયો વાયરલ


છોટાઉદેપુર જિલ્લાના ઝોઝ પોલીસ સ્ટેશન વિસ્તારના ચોરવાણા ગામેથી અતુલ શક્તિ ટેમ્પોમાં મરઘાં ભરવાના પીંજરાની નીચે ચોરખાનું બનાવી વિદેશી દારૂની હેરાફેરી કરતો શખ્સ ઝડપાયો છે. સમગ્ર મામલાની વાત કરીએ તો, છોટાઉદેપુર જિલ્લાની લોકલ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ઝોઝ પોલીસ સ્ટેશન વિસ્તારના ચોરવાણા ગામેથી ભારતીય બનાવટનો વિદેશી દારૂ સાથે એક ઇસમને પકડી પાડવામા આવ્યો છે.

છોટાઉદેપુર એલ.સી.બી સ્ટાફના માણસોને ખાનગી રાહે બાતમી મળી હતી. તે અનુસાર એલ.સી.બી સ્ટાફના માણસો ઝોઝ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા. દરમ્યાન બાતમીની હકીકત મળતા ચોરવાણા ગામના ઓઝડી જવાના ત્રણ રસ્તા પાસેથી ભારતીય બનાવટનો લાખો રૂપિયાનો વિદેશી દારૂ ઝડપી પાડ્યો હતો. આ ઉપરાંત પોલીસે વિદેશી દારીની હેરાફેરી કરનાર, રમેશભાઇ રાયસિંગભાઇ રાઠવાને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.


Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected
0FansLike
0FollowersFollow
2FollowersFollow
74SubscribersSubscribe
- Advertisement -spot_img

વિડીયો

- Advertisement -
error: Content is protected !!