સુપ્રિમ કોર્ટના પૂર્વ ન્યાયધીશ બીએન શ્રીકૃષ્ણે ગત શુક્રવારે સ્વતંત્ર પત્રકારત્વની તરફેણ કરી હતી. મુંબઈ પ્રેસ ક્લબ દ્વારા આયોજીત રેડઈન્ક પારિતોષિક સમારંભમમાં પોતાના સંબોધન દરમિયાન પૂર્વ ન્યાયમૂર્તિએ કહ્યું હતું કે, લોકશાહી યોગ્ય રીતે કામકાજ કરે તે સુનિશ્વિત કરવા માટે પત્રકારોની સ્વતંત્રતાની જાળવણી જરૂરી છે. પૂર્વ ન્યાયમૂર્તિએ વધુમાં ઉર્મયું હતું કે, બે વ્યવસાયઓએ ફરજિયાત રીતે સ્વતંત્ર હોવું જોઈએ.
એક ન્યાયધીશ અને એક પત્રકાર. જો તેઓ ડમમગી જશે તો લોકશાહીને નુકસાન થાય છે. મુંબઈને હચમચાવી દેનારા વર્ષ 1992-93ના કોમી રમખાણોની તપાસ કરનાર શ્રી કૃષ્ણા પંચના પ્રમુખ રહી ચુકેલા ન્યાયમૂર્તિએ વધુમાં કહ્યું હતું કે, જે પત્રકાર પોતાની સ્વતંત્રતા ગુમાવી દે છે તે એટલી જ ખરાબ બાબત છે. જેટલી એક જજે પોતાની આઝાદી ગુમાવી દીધી હોય છે. પત્રકારત્વના વ્યવસાયમાં પ્રમાણિકતા વાસ્તવમાં સૌથી સારી નીતિ છે. સિનિયર પત્રકારો ટીજેએસ જ્યોર્જને એક તંત્રી અને કોલમિસ્ટના રૂપમાં લાઈફટાઈમ એચીવમેન્ટ માટે રેડઈન્ક પારિતોષિક પ્રદાન કરાયો હતો. 1960ના દાયકામાં જ્યોર્જ પટણાના એક અખબારના તંત્રી હતા. તેમને સત્તાવિરોધી વલણ માટે ઓખળવામાં આવે છે.