બનાસકાંઠાના પશુપાલકોની ધડકન અને ખેડૂતોના પીઠબળ શંકર ચૌધરીનું નામ પડે ત્યાંજ બનાસનો જન જન બોલે એતો “વાઘ” છે. શંકર ચૌધરી એક એવું નામ કે રાજ્ય નહી પરંતુ દેશ ભરમાં ગુજી રહ્યું છે.અને તેમાં પણ હવે શંકર ચૌધરીને દેશ નવા નામ થી ઓળખવા લાગ્યો છે તે છે “દૂધવાળા” બનાસના શંકરભાઈ હવે દૂધવાળા તરીકે ઓળખાઈ રહ્યા છે અને તેનું એક માત્ર કારણ છે કે તેમની બનાસડેરી અને બનાસકાંઠા ના પશુપાલકોને સમૃદ્ધ બનાવવા માટે કરેલી મહેનત નાનકડી બનાસડેરી વિશ્વની સૌથી મોટી ડેરી બની જશે તેની કોઇએ ક્યારે પણ કલ્પના પણ નહોતી કરી.
પરંતુ ખેડૂતોના મસીહા શંકર ચૌધરીએ કરી બતાવ્યું. સૂકા બનાસકાંઠામાં દૂધની નદીઓ વહે છે તેમ કહીએ તો પણ નવાઈ નથી.જ્યાં પાણીના વલખાં હતા ત્યાં દૂધની નદીઓ વહેતી કરી ભારતના ઇતિહાસમાં શંકરભાઇ ચૌધરીએ નવો ઇતિહાસ રચ્યો છે. ગુજરાતમા જ્યાં અમૂલનું સામ્રાજ્ય હતું તે ગુજરાતમાં બનાસડેરી તમામ સફળતાના શિખરો હલ કરી વિશ્વમાં વખણાઈ રહી છે. જેના મનમાં માત્ર ને માત્ર પોતાના લોકો માટેની ચિંતા હોય તે વ્યક્તિત્વ એટલે શંકર ચૌધરી બનાસકાંઠા જિલ્લાના ખેડૂતોની માસિક ૨૫૦ કરોડની આવકને વધારી માસિક એક હજાર કરોડ રૂપિયા સુધી પહોંચાડી બનાસકાઠાના વાઘ શંકર ચૌધરી ઇતિહાસના પાને અંમર થયા છે.
પશુપાલકો ના બાળકો યોગ્ય શિક્ષા મેળવે તે માટે શંકર ચૌધરીએ કરેલા કામોને દુનિયા ક્યારે પણ ભૂલી શકે તેમ નથી.ખેડૂતોના બાળકો ઉચ્ચ શિક્ષણ લે તે માટે શંકર ચૌધરીએ ગણી શૈક્ષણિક સંસ્થાઓ પણ સ્થાપી છે.જેના કારણે ગરીબ ઘરની દીકરીઓ પણ સારો અભ્યાસ કરી પગભર થઈ રહી છે. શંકરભાઇ ચૌધરીએ કરેલી શિક્ષણ પ્રવૃત્તિઓની વાત કરીએ તો તેમને કન્યા વિદ્યાલય, કન્યા- કુમાર છાત્રાલય, પી.ટી.સી કોલેજ, અને બનાસકાંઠાના પશુપાલકોના દીકરા અને દીકરીઓ પણ ડોકટર બને તે ઉદ્દેશ સાથે મેડિકલ કોલેજ પણ બનાવી છે
એટલું જ બનાસના વાઘે તો દેશની રક્ષા માટે પણ યોગદાન આપ્યું છે અને આજે પણ તેવો આપી રહ્યા છે.યુવા વર્ગ દેશ સેવામાં જોડાય તે માટે શંકરભાઇ ચૌધરીએ સૈનિક શાળાની સ્થાપના પણ કરી છે.ગુજરાતના ચાહિતા શંકર ચૌધરી કોઈ એક જ્ઞાતિના નહી પરંતુ સૌ કોઈના છે..તેમને ક્યારે પણ કોઈ એક સમાજનું નહી પરંતુ તમામ લોકોને એક દૃષ્ટિએ જોઈને તમામ માટે કામ કર્યા છે. શંકરભાઈ એ વિચરતી જ્ઞાતિના લોકો માટે કરેલા કામો પણ ક્યારે ભૂલાય તેમ નથી.શંકરભાઈ ચૌધરીએ વિચરતી જ્ઞાતિના લોકો માટે જમીન ફાળવી રહેણાક મકાન બનાવી સ્થાઈ કર્યા છે.વિચરતી જ્ઞાતિના ૧૦૦૦ નાગરિકોને જમીન આપી સ્થાયી બનાવી તેમના બાળકો માટે શિક્ષણની વ્યવસ્થા પણ ગોઠવી છે.એટલે તો કહેવાય છે આતો અમારા ગુજરાતના “શંકર” છે.જે નાના માણસનું પણ ભલું કરતો હોય તે વ્યક્તિના મનમાં ક્યારે પણ કોઈનું ખોટું કરવાનો વિચાર પણ ન આવે અને તેવા વ્યક્તિ વિશે ખોટું બોલવું કે લખવું તે પણ પાપ ગણાશે.શંકરભાઈ ચૌધરી વિશે અંતમાં એટલું જરૂર લખાશે