મધ્યપ્રદેશના દતિયા જિલ્લામાંથી હત્યાની સનસની ઘટના સામે આવી છે. સમગ્ર ઘટનાની વાત કરીએ તો, વ્યવસાયે શિક્ષક રાજેન્દ્ર ગંગોટિયા બે દિવસથી ક્યાંક ગુમ થઈ ગયો હતો. શિક્ષકના ગુમ થયાની જાણ પરિવારને થતાં પરિવારજનોએ પોલીસને જાણ કરતાં પોલીસે ગુમ થયાની ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી. તપાસ કરી રહેલી પોલીસને માહિતી મળી કે, રાજેન્દ્રની ડેડ બોડી જૂની હાઉસિંગ બોર્ડની કોલોનીમાં આવેલા એક મકાનમાં પડી છે. પોલીસને માહિતી મળતા પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો.
પોલીસે ઘટનાસ્થળે પહોંચીને જોયું તો રાજેન્દ્રની લાશ લોહીથી લથપથ હાલતમાં બેડરૂમમાં પડી હતી. શિક્ષકનું ગળું કાપેલું હતું અને શરીર પર ઈજાના ઘણા નિશાન હતા. પોલીસને માહિતી મળી કે આ ઘર મીના વર્મા નામની શિક્ષિકાનું છે. અને આ બંને અહીં રહેતા હતા.
બનાવ મામલે જ્યારે તપાસ આગળ વધી તો જાણવા મળ્યું કે આ મકાનમાં રહેતી શિક્ષિકા હત્યા બાદ ગુમ છે. હત્યાના આ સનસનાટીભર્યા બનાવની તપાસ આગળ વધારવા માટે પોલીસે હવે શિક્ષિકાને શોધી રહી છે. પોલીસને માહિતી મળી છે કે શિક્ષિકા રાજેન્દ્ર ગંગોટિયાના ઘરે ઘણા વર્ષોથી અવારનવાર આવતી હતી. આ બધાં વચ્ચે પોલીસને સ્થળ પરથી બંગડીઓના તૂટેલા ટુકડા મળી આવ્યા. ઘટના મોટી હોવાથી એસપી સહિતના ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી ગયા. અધિકારીઓએ ફોરેન્સિક ટીમને પણ સ્થળ પર બોલાવી લીધી. જે ઘરમાં શિક્ષકની લાશ મળી હતી ત્યાં બધે જ લોહીના ડાઘા જોવા મળ્યા હતા. શિક્ષકના શરીર પર માત્ર વાદળી રંગના અન્ડરવેર હતો. પોલીસ અધિકારીઓનું કહેવું છે કે ટૂંક સમયમાં આ હત્યાના કેસનો ખુલાસો થશે. પોલીસની ટીમ આરોપીઓને શોધવા માટે અલગ-અલગ ટીમો બનાવી તપાસ તેજ કરી છે.