અરવલ્લી જિલ્લામાં ચાલતી ગેરકાયદેની પ્રવૃતિઓ પર કાર્યવાહી કરવા, તેમજ પ્રોહિબિશનના ગુનાઓને રોકવા માટે પોલીસ મહાનિરીક્ષક અભય ચુડાસમા, પોલીસ અધિક્ષક સંજય ખરાતના માર્ગ દર્શન હેઠળ આંબલીયારા પોલીસ સ્ટેશનના કાર્મચારીઓને કાર્યવાહી કરવા જણાવ્યું હતું. જે અંતર્ગત આંબલીયારા પોલીસ સ્ટેશનના માણસો પેટ્રોલીંગમાં હતા. દરમ્યાન બાતમી મળી હતી કે, ચોઇલા અમરગઢ રોડ ઉપરથી મહીન્દ્રા સ્કોર્પિયો ગાડી નંબર- GJ.01.KA-6182 ગાડીમાં વિદેશી દારૂ ભરી નિકળવાની છે તેવી બાતમી મળતા સદર ગાડીની વોચ રાખી અમરગઢ ગામના બસ સ્ટેન્ડે પાસે ઉભા હતા. દરમ્યાન બાતમીવાળી ગાડી આવતાં તે ગાડીને ઉભી રાખવા હાથથી ઇશારો કરતા ગાડીનો ચાલક તેના કબજાની ગાડી ઉભી રાખી ન હતી. અને અમરગઢ ગામ તરફ વાળી ફરાર થતો હતો. જે બાદ પોલીસના સ્ટાફે પીછો કરતા અમરગઢ ગામની સીમમાં ગાડીને ઉભી રાખી ગાડીના ડ્રાઈવરનુ નામ પુછતાં ભરતભાઇ રમેશભાઇ ઠાકોર રહે-વાલેર તા-ધાનેરા જિ-બનાસકાંઠાનો હોવાનું જણાવ્યું હતું. જે બાદ ગાડીને ચક કરતા ગાડીની પાછળની સીટમાં ભારતીય બનાવટનો ઇગ્લીશ દારૂની નાની મોટી બોટલ તથા બિયરના ટીન ૯૧૩ બોટલ જેની કિંમત ૧,૨૫,૩૨૫, તથા મહીન્દ્રા સ્કોર્પિયો ગાડીની કિમત ૩,૦૦,૦૦૦ તથા મોબાઇલની કિમત ૧૫૦૦ મળી કુલ ૪,૨૬,૮૨૫નો પ્રોહિબિશનનો મુદ્દામાલ ઝડપી પાડ્યો હતો. આ સમગ્ર બનાવ આંબલીયારા પોલીસ સ્ટેશનના કર્મચારીઓ જેમ કે..
કામગીરી કરનારઃ-
એસ.ડી.માળી પો.સબ.ઈન્સ્પેક્ટ
નટવરસિંહ અમરસિંહ
દિલીપકુમાર બકાભાઇ
સુમનકુમાર ભગુભાઇ
રાજેશભાઇ અભરાજભાઇ
આ તમામ પોલીસ કર્મચારીઓએ વિદેશી દારૂની હેરાફેરી કરતા શખ્સને બાતમીના આધારે ઝડપી પાડ્યો હતો.