172-નિઝર બેઠકના વિધાનસભાના ધારાસભ્ય ડૉ. જયરામભાઈ ગામીતે કોંગ્રેસ અને આપ પાર્ટીને પછાડીને ભવ્ય લીડથી વિજય મેળવ્યા બાદ ઉચ્છલ તાલુકામાં વિજય રેલીનું આયોજન કર્યું હતું. આ કાર્યક્રમમાં ડૉ. જયરામ ગામીત અને તેમના કાર્યકર્તાઓ ઉચ્છલ તાલુકાના ગામડાઓમાં પહોંચ્યા હતા. અને સ્થાનિક લોકો સાથે વાર્તાલાપ કરી લોકોને પડતી સમસ્યાઓ વિશે જાણકારી મેળવી હતી.
ધારાસભ્ય જયરામ ગામીતે લોકોને જણાવ્યું હતું કે, ગામની અંદર કે તાલુકાની અંદર કોઈ પણ જગ્યાએ કોઈ પણ કાર્યક્રમ હોય હું આવીને ઊભો રહીશ તેમ જણાવ્યું. ધારાસભ્યની વિજય રેલી ઉચ્છલ તાલુકના નવી જામલીથી વડપાડા ભીંત સુધી યોજાઈ હતી. જે વિજય રેલીમાં કાર્યકર્તાઓ રાજી ખુશીથી ભાગીદાર બન્યા હતા.