કોરોના વેક્સિનેશનને બે વર્ષ થયા છે. આ દરમિયાન વેક્સિન કેટલી અસરકારક છે અને તેની સાઈડ ઈફેક્ટને લઈને અનેક દાવાઓ થયા છે. ત્યારે વેક્સિન ની અસરકારતાને લઈને ડેટા સામે આવ્યા છે. રિસર્ચ મુજબ કોવિડ વેક્સિન ને કારણે પૂરા વિશ્વમાં કોરોનાથી હોસ્પિટલાઈઝેશન થવાનું અને મૃત્યના દરમાં મોટો ઘટાડો આવ્યો હતો. કોમનવેલ્થ ફંડના અમેરિકાની યેલ યૂનિવર્સિટીના વૈજ્ઞાનિકાએ કરેલો સર્વે 13 ડિસેમ્બરે જાહેર થયો છે. તે મુજબ વેક્સિન નહીં હોત તો ફક્ત અમેરિકામાં જ બે વર્ષમાં 1.85 કરોડ લોકો હોસ્પિટલમાં દાખલ થયા હોત અને 32 લાખથી વધુ લોકોના મૃત્યુ થઈ ગયા હોત.
વેક્સિનેશનને કારણે ફક્ત અમેરિકામાં જ લગભગ 1.3 ટ્રિલિયન ડોલર મેડિકલ ખર્ચો ઘટી ગયો. અમેરિકામાં 12 ડિસેમ્બર, 2020 સુધીમાં આઠ કરોડ 20 લાખ લોકોનો કોરોનાથી સંક્રમિત થયા હતા. તેમા 48 લાખ લોકો હોસ્પિટલમાં દાખલ થયા હતા. તો સાત લાખ 98 હજારના મોત થયા હતા. જો અહીં વેક્સિન નહીં આપી હોત તો ચાર ગણા લોકો હોસ્પિટલમાં દાખલ થયા હોય અને મૃત્યુ પણ ચાર ગણા વધુ હોત. બ્રાઝિલમાં 2021ના માર્ચ અને એપ્રિલમાં દરરોજ સરેરાશ 72,000 લોકો કોરોનાનો ચેપનો ભોગ બનતા હતા. દરરોજ સરેરાશ 3,000 લોકો મૃત્યુ પામતા હતા. પરંતુ જેમ જેમ વેક્સિનેશન વધ્યું તેમ તેમાં ઘટાડો થયો હતો. વૈજ્ઞાનિકોના મતે વેક્સિનને કારણે મૃત્યુ પામનારાઓની સંખ્યામાં મોટો ઘટાડો થયો હતો.
બ્રિટનની નેશનલ હેલ્થ સર્વિસને પોતાની તપાસમાં વેક્સિનના સાઈડ ઈફેક્ટ નહીંવત જણાયા હતા. ફક્ત વેક્સિન લેતા સમયે ઈંજેકશન લેવાની જગ્યાએ પીડા, હળવો તાવ, થકાવટ, પૂરા શરીરમાં દુખાવો, માથાનો દુખાવો જેવા લક્ષણો જણાયા હતા. જોકે સાઈડ ઈફેક્ટ નહીંવત જણાઈ હતી. ડિઝીસ કંટ્રોલ એન્ડ પ્રિવેન્શન સેંટરે પ્રકાશિત કરેલા અહેવાલ મુજબ વેક્સિન લેવા બાદ ગંભીર એલર્જિક રિએકશનના દર 10 લાખમાંથી પાંચ લોકોને સાઈડ ઈફેક્ટ જોવા મળી હતી. જોકે અમુક કંપનીની વેક્સિન લીધા બાદ હૃદયમાં સોજો જેવા લક્ષણો જોવા મળ્યા હતા. બાકી એવા કોઈ ગંભીર સાઈડઈફેક્ટ વેક્સિન લીધા બાદ જણાયા નથી.