ઉત્તર પ્રદેશના કાનપુરની એક બેંકમાં ચોરોએ 8 ફૂટની સુરંગ બનાવીને 1 કરોડનું સોનું ચોરી લીધું છે. ચોરોએ બેંકની પાછળની બાજુથી એક સુરંગ બનાવી, જે સીધી સ્ટ્રોંગ રૂમમાં ગઈ. આ પછી ડ્રીલ મશીન વડે માળ તોડી અંદર પ્રવેશ્યા હતા. ગેસ કટર વડે સ્ટ્રોંગ રૂમનું લોકર કાપીને 1.812 કિલો સોનું લઈ ગયા. ચોરોએ એટલી સ્વચ્છતાથી કામ કર્યું કે બેંકનું એલાર્મ પણ વાગ્યું નહીં. ગુરુવારે સવારે જ્યારે બેંક સ્ટાફ પહોંચ્યો ત્યારે સમગ્ર ઘટનાની જાણ થઈ.
પોલીસે આ અંગે માહિતી આપતા જણાવ્યું કે, સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાની ભાનુતી શાખામાંથી ચોરાયેલા સોનાનો અંદાજ આપવામાં બેંક અધિકારીઓને પણ કલાકો લાગ્યા હતા. તેઓ દાવો કરે છે કે ચોરાયેલા સોનાનું લગભગ 1.8 કિલોથી વધુ છે, જે લગભગ 1 કરોડ રૂપિયા છે. લૂંટની તપાસ કરી રહેલા પોલીસ અને ફોરેન્સિક અધિકારીઓને જાણવા મળ્યું કે ચોરોએ બેંકની નજીકના ખાલી પ્લોટમાંથી લગભગ 4 ફૂટ પહોળી અને 8 ફૂટ લાંબી સુરંગ ખોદીને આ ઘટનાને અંજામ આપ્યો.
આ ઘટનાને અંજામ આપવા માટે બેંકનો જ કોઈ કર્મચારી સંકળાયેલો હોય તેવું લાગી રહ્યું છે. સ્ટ્રોંગ રૂમમાંથી ફિંગરપ્રિન્ટ્સ સહિત કેટલાક સંકેતો મળ્યા છે, જે આ ઘટનાનો ખુલાસો કરવામાં મદદ કરી શકે, પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે, ચોરો ટોળકીએ પહેલા રેકી પછી ઘટનાને અંજામ આપ્યો હોવાનું સામે આવ્યું છે. આ મામલે તપાસ કરી રહેલા પોલીસ કમિશનર બીપી જોગદંડેએ જણાવ્યું કે,આ ઘટના શુક્રવારે સવારે પ્રકાશમાં આવી જ્યારે બેંક અધિકારીઓ ત્યાં પહોંચ્યા અને સ્ટ્રોંગ રૂમનો દરવાજો ખુલ્લો જોયો જે બાદ બેંક કર્મચારીઓએ પોલીસને જાણ કરી હતી. હાલ તો પોલીસે આ સમગ્ર બનાવ મામલે ઝીણવટ પૂર્વક માહિતી મેળવી વધુ તપાસ હાથ ધરી છે.