ચીનમાં ફરીથી કોરોનાએ વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું છે. ધીમે પગલે ભારતમાં પણ કોરોના પગપેશરો કરી રહ્યો છે. આથી ભારતને કોરોના મુક્ત રાખવા માટે આરોગ્ય મંત્રી મનસુખ માંડવીયાએ ઉચ્ચ લેવલની બેઠકો યોજી હતી અને રાજ્ય સરકારને તેમજ જનતાને છ બાબતોની વિશેષ તકેદારી રાખવા માટે અપીલ કરી છે.
કેન્દ્ર સરકાર તરફથી રાજ્ય સરકારને સલાહ આપવામાં આવી છે કે જિલ્લા સ્તરે કોરોના ટેસ્ટની સંખ્યા વધારી દે. ઇન્ફેક્શન અને ઇન્ફ્લુએજા જેવી બીમારીઓનું વિશેષ ધ્યાન રાખે અને આ બાબતના ડેટા કેન્દ્ર સરકાર સાથે શેર કરે. શંકાસ્પદ લગતા દર્દીઓના કોરોના ટેસ્ટ વધારી દેવામાં આવે. કોરોના પોઝિટિવ દર્દીઓની વિશેષ કાળજી રાખવામાં આવે જેથી મૃત્યુ આંક ઓછો રહે અને કોરોનાથી અન્ય વ્યક્તિ સંક્રમિત થાય નહીં. સરકારે હાલમાં લોક ડાઉનની વાત કરી નથી પરંતુ લોકોને બુસ્ટર ડોઝ લેવા માટે અપીલ કરી છે.
હોસ્પિટલમાં બેડ ઓક્સિજન અને જરૂરી દવાની માહિતી કેન્દ્ર સરકારને આપવા કહ્યું છે જેથી જરૂરિયાત અનુસાર વ્યવસ્થા થઈ શકે. આ ઉપરાંત માસ્ક પહેરવાની અને લોકોને વધુને વધુ જાગૃત કરવાની સલાહ આપી છે.4 ફૂટ પહોળી, 8 ફૂટ લાંબી, સુરંગ ખોદીને ચોર ટોળકી બેંકમાંથી 1 કરોડનું સોનું લઈ ફરાર