કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ નરેન્દ્ર મોદી સરકાર પર આકરા પ્રહારો કર્યા છે. દિલ્હીમાં લાલ કિલ્લા પાસે પોતાના ભાષણમાં રાહુલ ગાંધીએ ચીન સાથેની અથડામણથી લઈને આર્થિક મુદ્દાઓ પર કેન્દ્ર સરકારને ઘેરી હતી. તેમણે આરોપ લગાવ્યો કે વર્તમાન સરકારમાં દેશમાં નફરતની રાજનીતિ ચાલી રહી છે. હિંદુ-મુસ્લિમ વચ્ચે 24 કલાક નફરત ફેલાવવામાં આવી રહી છે. જ્યારે દેશની વાસ્તવિકતા સાવ અલગ છે.