ચીન સહિત દુનિયાના કેટલાંક દેશોમાં કોરોનના કેસમાં વધારો થઈ રહ્યો છે. કોરોનાના કારણે પ્રતિબંધો ફરીથી વધારવામાં આવી રહ્યા છે. સરકાર પણ કોરોનાના વધતા કેસને જોતા સતર્ક થઈ ગઈ છે. લોકો પણ કોરોનાથી બચવા માટે વેક્સિન અને બૂસ્ટર ડોઝ લગાવી રહ્યા છે. જો કે, ખૂબ જ ઓછા લોકો એવા છે કે જેઓ ઈન્જેક્શનની સોયથી ડરતા હોય છે. ત્યારે આવામાં હવે નેઝલ વેક્સિન લઈ શકશે. ભારત સરકારે થોડા સમય પહેલાં ભારત બાયોટેકની નાકમાં આપનારી વેક્સિનને કોવિડ-19ના બૂસ્ટર ડોઝ તરીકે મંજૂરી આપી દીધી છે. દેશમાં પહેલાં આવી એકેય વેક્સિનને મંજૂરી મળી નથી
આ વેક્સિનને ટૂંક સમયમાં દેશના વેક્સિનેશન પ્રોગ્રામમાં સામેલ કવામાં આવશે. 18 કે તેથી વધુ ઉંમરના લોકોને આ વેક્સિન આપવામાં આવશે. જો કે, આ નેઝલ વેક્સિન તમે ક્યારે લઈ શકો છો અને તેનો ભાવ કેટલો હશે, વેક્સિન બનાવતી કંપની ભારત બાયોટેક ઈન્ટરનેશનલ લિમિટેડની એમડી સુચિત્રા ઈલાએ આ વિશે જાણકારી આપી છે. એવા પણ રિપોર્ટ સામે આવ્યા છે કે, સરકાર દ્વારા ખાનગી હોસ્પિટલમાં રુપિયા 800 + 5% GST અને સરકારી હોસ્પિટલોને કંપની તરફથી રુપિયા 325માં આ ડોઝ મળશે. કેટલાંક દિવસો બાદ જાન્યુઆરીમાં લોકોને આ વેક્સિન હોસ્પિટલો દ્વારા આપવામાં આવી શકે છે. એવું પણ ચર્ચાઈ રહ્યું છે, જાન્યુઆરીના છેલ્લાં સપ્તાહમાં આ વેક્સિન લોકો માટે ઉપલબ્ધ થઈ શકે છે.