અમદાવાદ શહેરમાં રહેતી એક વૃદ્ધ મહિલા સાથે આશરે રૂપિયા 34 લાખની છેતરપિંડી થઈ હોવાની ઘટના સામે આવી છે. બે આફ્રિકન ભેજાબાજોએ ફરિયાદ નોંધવતા પોલીસે બે આફ્રિકન નાગરિકોની ધરપકડ કરી છે. પકડાયેલા શખ્સો પર આરોપ છે કે બંને નાગરિકોએ નકલી ઓળખ દ્વારા ઓનલાઈન માધ્યમથી મહિલા સાથે મિત્રતા કરી હતી. ત્યાર બાદ કસ્ટમમાંથી ગિફ્ટ અને વિદેશી ચલણ મેળવવાના નામે પૈસા પડાવી લીધા.
અમદાવાદ સાયબર ક્રાઈમ બ્રાન્ચના અધિકારીના જણાવ્યા અનુસાર નાઈજિરિયન નાગરિક ગિફ્ટ ઓલાબિસી ઓકાફોર (32) અને તેનો સાથી અને આઈવરી કોસ્ટના રહેવાસી ઉર્ફે ગેરાર્ડ (32)ની રવિવારે દિલ્હીથી ધરપકડ કરવામાં આવી હતી. બંનેને સોમવારે નવી દિલ્હીથી અમદાવાદ લાવવામાં આવ્યા હતા. તેણે જણાવ્યું કે આ ગુનામાં સામેલ ગેંગના કેટલાક અન્ય સભ્યોની ધરપકડ કરવાની બાકી છે.
સત્તાવાર નિવેદન અનુસાર, 63 વર્ષીય મહિલાએ 23 ડિસેમ્બરે સાયબર ક્રાઈમ બ્રાન્ચમાં ફરિયાદ નોંધાવી હતી કે કેટલાક અજાણ્યા લોકોએ તેની સાથે 33.92 લાખ રૂપિયાની છેતરપિંડી કરી છે. એફઆઈઆર અનુસાર, ફેસબુક આઈડી ‘એન્ડ્રિસ માર્ટિન્સ’ દ્વારા, આરોપીએ સપ્ટેમ્બરમાં મહિલા સાથે મિત્રતા કરી હતી અને એક શ્રીમંત સ્કોટિશ બિઝનેસમેન તરીકે દર્શાવીને તેની સાથે લગ્ન કરવાની ઈચ્છા વ્યક્ત કરી હતી.
ત્યાર બાદ સોશ્યિલ મીડિયા પર વાતચિત આગળ વધી અને ધીરે ધીરે ગીફ્ટ આપવાના નામે રૂપિયાની છેતરપિંડી કરી લીધી હાલ તો પોલીસે આ ગેંગના બે શખ્સને ઝડપી પાડી કાયદેસરની કાર્યાવાહી હાથ ધરી છે. જ્યારે અન્ય શખ્સોને ઝડપી પાડવા વધુ તપાસ હાથ ધરી છે.