39.1 C
Ahmedabad
Thursday, March 28, 2024

છોટાઉદેપુરના જામેલી ઝેર ગામમાં જોડિયા બાળકોને સહીસલામત રીતે પ્રસૂતિ કરાવતી 108ની ટીમ


૧૦૮ની સેવા દ્વારા રાજ્યમાં અનેક લોકોના જીવ બચાવવામાં આવ્યા છે. તે પછી અકસ્માત હોય કે આકસ્મિક પ્રસૂતિ,કોઈપણ વિપરીત અને અણધાર્યા સંજોગોમાં સૌથી પહેલાં પહોંચી જઈને બચાવની કામગીરી કરનાર હોય તો તે ૧૦૮ની સેવા છે. આ સેવાને લીધે ગુજરાતના અનેક લોકોના જીવ બચાવવામાં સફળતા મળી છે. આવો જ એક કિસ્સો છોટા ઉદયપુર જિલ્લાના જામેલી ઝેર ગામમાં બન્યો કે જ્યાં સગર્ભા મહિલા એટલે કે, સંબુડીબેન નારણ રાઠવાને વહેલી સવારે પ્રસૂતિની પીડા ઉપાડતાં ઝોઝ ૧૦૮નો સંપર્ક કરવામાં આવ્યો હતો.

 આ અંગેની જાણ થતાં જ ઝોઝ ૧૦૮ના ઇ. એમ.ટી. હિતેશ ઠાકોર અને પાયલોટ જયરાજ પટેલ ગણતરીની મિનિટોમાં જામેલી ઝેર ગામે પહોંચી ગયા હતાં. તે સમયે ચારે તરફ અંધકાર  અને કંડકતી ઠંડી હવા બીજી તરફ પ્રસૂતાનો ચિત્કાર કંઈક અણધાર્યું બનાવવાનો સંકેત આપી રહ્યો હતો. પરંતુ જેનું નામ ૧૦૮ની સેવા છે એવી સ્વાસ્થ્ય સેવાના એમ્બ્યુલન્સમાં રહેલ સ્વાસ્થ્ય સેવકોએ પ્રાથમિક તપાસ કરતાં સગર્ભા માતાનો દુઃખાવો વધારે અને અસહનીય હોવાં સાથે જોડયા બાળકો હોવાનું માલુમ પડ્યું. આ ઉપરાંત પ્રસૂતિની પીડા અને ખાસો સમય થયો હોવાથી અને જોડિયા બાળકો હોવાને કારણે પ્રથમ બાળકનું માથું ગર્ભાશયની બહાર આવી ગયું હતું. બાળકનો માથાનો ભાગ બહાર આવી ગયો હોવાથી પ્રસૂતિ ત્યાં જ કરાવવી પડે તેવી સ્થિતિ હતી. સગર્ભાને હોસ્પિટલ પહોંચાડવામા આવે તો રસ્તામાં જ સગર્ભા અને તેના બંને બાળકો પર જીવનું જોખમ બને તેમ હતું. 

 આ સંજોગોમાં ૧૦૮ના સ્ટાફે ત્યાં સ્થળ પર જ સગર્ભા માતાને ૧૦૮ એમ્બ્યુલન્સમાં લીધી અને પરિસ્થિતિને અનુલક્ષીને એમ્બ્યુલન્સમાં જ પ્રસૂતિ કરાવી હતી. પરંતુ પ્રસૂતિમાં પ્રથમ બાળકનો જન્મ થયા બાદ આ બાળક બિલકુલ હલન-ચલન કરતું  નહતું કે રડતું નહોતું. આ ઉપરાંત બાળકના ગળામાં નાળ વિટાળેલી હતી તથા હૃદયના ધબકારાનો દર પણ ખૂબ નીચો હતો. આ સંજોગોમાં બાળકનું જીવન જોખમમાં મુકાયું હતું પરંતુ ૧૦૮એ તાત્કાલિક નિર્ણય લઇ આ બાળકના હદય પર કુત્રિમ દબાણ (CPR) તથા કૃત્રિમ શ્વાસોશ્વાસો(BVM) આપવાનું ચાલુ કર્યું સાથે-સાથે ફોન પર ઈમરજન્સી સેન્ટરમાં બેઠેલા ફિઝીશ્યન ડોક્ટરની સલાહ મુજબ કામ કરવાનું ચાલુ રાખ્યું.

 સારા કાર્યમાં કુદરત પણ સહાય કરતી હોય છે તેમ આ કિસ્સામાં પણ થોડા સમયમાં જ બાળકનું હૃદય સારી રીતે ધબકવા લાગ્યું. ત્યાર બાદની ૨૦ મિનિટ બાદ બીજા બાળકની પણ સફળતાપૂર્વક પ્રસૂતિ કરાવવામાં આવી અને બંને બાળકો સારી રીતે રડવા લાગ્યાં હતાં. આમ, સગર્ભા માતા વેણીમાં એક સાથે બે ફૂલ પાંગર્યા હતાં.

 


Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected
0FansLike
0FollowersFollow
2FollowersFollow
63SubscribersSubscribe
- Advertisement -spot_img

વિડીયો

- Advertisement -
error: Content is protected !!