સમગ્ર ગુજરાત હાલ શિયાળાની ઠંડીથી થીજી રહ્યુ છે. નલિયામા પારો 8.1 ડિગ્રી ગગડી ગયો છે. અને એમ પણ એવું કહેવાય છે કે, નલિયા રાજ્યનું સૌથી ઠંડુ શહેર ગણાય છે. આ બધા વચ્ચે ગુજરાત માટે એક માઠા સમાચાર સામે આવ્યા છે. ઠંડી વધતા હૃદયરોગના હુમલાઓ પણ વધ્યા છે. આ મામલે ગુજરાત દેશમાં 3 નંબરે છે. શિયાળા દરમિયાન હૃદય સંબધિત, મેદસ્વીપણું, જીવનશૈલી પર માઠી અસર જોવા મળે છે.
આંકડાઓ પર નજર કરીએ તો, ડિસેમ્બર મહિનામા 108 એમ્બ્યુલન્સને કાર્ડિયેક ઈમરજન્સીના 4463 કેસ મળ્યા હતા. આ સિવાય કોરોના સમયે હૃદયરોગના હુમલા રોજના 101 કેસમાથી વધીને 178 કેસ અને વર્ષ 2021માં 2948 દર્દીના હૃદયરોગથી મોત થયા છે. શિયાળા બાદ હૃદયરોગના હુમલાઓના કેસમા 20 ટકાનો વધારો થયો છે.