તાપી જિલ્લામાં કોઈ પણ ખેડૂત મિત્રોએ રાત્રિના સમયે ખેતીવાડી વિસ્તારમાં પોતાના પાકને જંગલી જાનવરોથી બચાવવા માટે ખેતરની ફરતે તારની વાડ બનાવી જીવંત કરંટ કે ઝટાકા મશીન મુકવો નહીં. આમ કરવાથી જીવિત વ્યક્તિ કે પાલતુ પશુઓને નુકસાન કે મોત થવાની સંભાવના રહેલી છે. આ કૃત્ય કરનાર સામે ફોજદારી કાર્યવાહી થઈ શકે છે એમ કાર્યપાલક ઇજનેર, દક્ષિણ ગુજરાત વીજ કંપની લિમિટેડ વિભાગની કચેરી દ્વારા જાહેર કરવામાં આવ્યું છે. મહત્વનું છે કે, એકજ પરિવારના ત્રણ લોકોના મોત બાદ, વ્યારા ડીજીવીએસલના અધિકારીઓએ જાહેર જોગ જાહેર કરી શુ સાબિત કરવા માંગે છે.