ચંન્દ્રકાંત વસાવા,નિઝર
તાપી જિલ્લામાં છેલ્લાં કેટલાક સમયથી ધર્મ પરિવર્તનના નામે જિલ્લાની શાંતિને ડોહળવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. જિલ્લામાં કેટલાક એવો તત્વો છે જેમનું કામ ખાલી જિલ્લાની શાંતિને ડોહળવવાનું છે. આદિવાસી સમાજનો કોઈ ધાર્મિક તહેવાર હોય કે પછી ખ્રિસ્તી સમુદાયનો કોઈ તહેવાર હોય તેઓ એકબીજાને મળવા માટે વાર તહેેવારે શુભેચ્છાઓ આપવા માટે તેમજ ખબર અંતર પૂછવા માટે એકબીજાના ઘરે આવતા જતા હોય છે. નાતાલના તહેવાર સમયે કેટલાક તત્વો ખ્રિસ્તી સમુદાયના લોકની લાગણીને ઠેસ પહોચાડવાનું કામ કરી રહ્યા છે.
અત્યારે તાપી જિલ્લાના નિઝર તાલુકાના કોટલી ગામે 48 જેટલા ખ્રિસ્તી ધર્મના લોકોની અટકાયત કરવામાં આવી હોવાની વાત સોશ્યિલ મીડિયામાં વહેતી થઈ છે. પરંતુ આ વાતની હકીકત કંઈક જૂદી છે. આ બનાવ મામલે જ્યારે લોક સમાચારની ટીમે ઘટના સ્થળે પહોંચી રિયાલટી ચેક કરતા સામે આવ્યું કે, કોટલી ગામમાં રહેતા કિશન પાડવી ખ્રિસ્તી ધર્મ પાળે છે. નાતાલના તહેવાર નિમિત્તે કેટલાક લોકો તેમને મળવા માટે કોટલી ગામે આવ્યા હતા. તે સમયે કેટલાક લોકો દ્વારા આ મુદ્દાને ખોટી રીતે ઉછાળવવામાં આવ્યો છે. આ ગામમાં કોઈ ધર્મ પરિવર્તન જેવું થયું જ નથી. પણ એક વસ્તુ સાફ છે કે, આ ગામમાં શુ કરવું તેનો નિર્ણય ગામના (પૂઢારીઓ) લેતા હોય છે.