કેવડીયામાં આવેલા અને દુનિયાભરમાં જાણીતા સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં પ્રવાસીઓની અવરજવર માટે ઈ-કાર અને ઈ-રિક્ષાઓની સુવિધા તંત્ર દ્વારા ઊભી કરવામાં આવી છે. ઈ-રિક્ષાઓમાં અચાનક આગ લાગી જતા 25થી વધુ ઈ-રિક્ષાઓ બળીને ખાખ થઈ ગઈ છે.
મળતી માહિતી અનુસાર સોમવારે બપોરના સમયે ઈલેક્ટ્રીક રિક્ષાઓને કેવડીયા પાસે પાર્કિંગમાં ચાર્જિંગ કરવા માટે મૂકવામાં આવી હતી. દરમિયાન એક ઈલેક્ટ્રીક રીક્ષામાં અચાનક આગ ફાટી નીકળી હતી. જે બાદ ત્યાં રાખેલી અન્ય રિક્ષાઓમાં જોતજોતામાં આગ ફાટી નિકલી હતી. જેમાં 25થી વધુ રિક્ષાઓ બળી ગઈ હતી. મહત્વનું છે ઈ-રિક્ષા ચાર્જિંગમાં મૂકી હતી તે સમયે આગ લાગી હતી. એક માહિતી અનુસાર આગ શોર્ટ સર્કિટના કારણે લાગી હોવાનું માનવામાં આવી રહ્યું છે. તો બીજી તરફ ઈ-રિક્ષાની ગુણવત્તા સામે પણ અનેક સવાલ ઉઠી રહ્યા છે.