છોટાઉદેપુર જિલ્લાના સંખેડા તાલુકાના મેવાસ વિસ્તારના ખેડૂતોએ ભારે સૂત્રોચાર સાથે વિરોધ કર્યો હતો. વેપારીઓ દ્વારા વટાવ કાપવામાં આવતો હોવાથી વિરોધ કર્યો હતો. ખેડૂતો જિનીંગમાં કપાસ વેચવા જાય છે. ત્યારે જે વટાવ કાપવામાં આવે છે. તેનો અલગ-અલગ જિનીંગમાં અલગ-અલગ રીતે નાંણા ચૂકવવામાં આવે છે. જેથી ખેડૂતોનું વેપારીઓ દ્વારા શોષણ કરવામાં આવે છે.
આ મામલે APMCના ચેરમેન શીવુ મહારાઉલે ખેડૂતો અને જિનીંગના વેપારીઓ સાથે ચર્ચ કરી હતી. જેમાં તેમણે જણાવ્યું કે, 15 દિવસે કપાસના નાણા ચૂકવવામાં આવતા હતા તે હવે 12 દિવસે ચૂકવીશું તેવો વેપારીઓ દ્વારા નિર્ણય લેવામાં આવ્યો હતો. જ્યારે ખેડૂતો દ્વારા 8 દિવસે નાણા ચૂકવવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી.