પંજાબના મુખ્યપ્રધાન ભગવંત માનના ઘર પાસેથી સોમવારે બોબ્મ મળી આવતા ચકચાર મચી ગયો હતો. ઘટનાની જાણ થતાં બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડની ટીમે ઘટના સ્થળે પહોંચી તમામ વિસ્તારને સીલ કરી દીધો હતો. આ ઘટના અંગે સમાચાર એજન્સી એએનઆઈએ માહિતી આપી હતી કે ચંદીગઢના સેક્ટર-2માં કોઠીથી થોડે દૂર રાજીન્દ્રા પાર્ક પાસે એક રાહદારીએ બોમ્બ જોયો હતો. જેની જાણ પોલીસને કરવામાં આવી હતી. જે બાદ બોમ્બ ડિસ્પોઝલની ટીમે ઘટના સ્થળેથી બોબ્મને નાશ કર્યો હતો.