37 C
Ahmedabad
Thursday, March 28, 2024

જમાઈએ સસરાને બરાબર દારૂ પીવડાવ્યો,પછી સાસુને લઈ ઘરેથી ભાગી ગયા !


નવા વર્ષના પહેલા દિવસે રાજસ્થાનના સિરોહી જિલ્લામાં ગજબનો મામલો સામે આવ્યો. અંહી પરણિત બાળકોની મા તેના 27 વર્ષના જમાઈ સાથે ભાગી ગઈ. જમાઈને પણ ત્રણ બાળકો છે. સમગ્ર ઘટનાની વાત કરીએ તો સિરોહી પોલીસના જણાવ્યા અનુસાર, સાસુ અને જમાઈ બધી લાજ-શરમ અને બાળકોની જવાબદારી છોડીને ઘરેથી ભાગી ગયા છે. એવું પણ સામે આવ્યું છે કે, જમાઈ પોતાની સાસુને ભગાડી જતા પહેલા સસરાને ઘણો દારુ પીવડાવ્યો હતો. સસરા નશામાં ધૂત થયા પછી સાસુ અને જમાઈ ઘરેથી ભાગી ગયા.

સિરોહી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાયા બાદ આ વાત આગની જેમ ફેલાઈ ગઈ અને તેમાંય જ્યારે લોકોને જાણ થઈ કે, ચાર બાળકોની માને ભગાડી જનારો બીજો કોઈ નહીં, પણ તેનો જમાઈ જ છે, તો બધા આશ્ચર્યમાં મૂકાઈ ગયા. આ સમગ્ર ઘટનાક્રમ સિરોહી જિલ્લાના સિયાકરા ગામની છે.

સિયાકરામાં રહેતા નેકારામ પાઉવા જોગીએ જણાવ્યું કે, તેમની દીકરી કિસનાના લગ્ન રુપા જોગીના રહેવાસી મામાવલી સાથે થયા હતા. લગ્ન પછી તેમની દીકરી અને જમાઈ નારાયણ તેમના ઘરે આવતા-જતા રહેતા હતા. 30 ડિસેમ્બર, 2022એ નારાયણ સિયાકરા આવ્યો હતો. એ દરમિયાન સસરા અને જમાઈ દારુ પાર્ટી કરી હતી. સસરાને ચિક્કાર દારુ પીવડાવી નશામાં ધૂત કરીને જમાઈ પોતાની સાસુને લઈને ફરાર થઈ ગયો હતો.

આ મામલે મહિલાના પતિએ જણાવ્યું કે, 30 ડિસેમ્બરની સાંજે 4 કલાકે તેમની આંખ ખૂલી તો નારાયણ તેમની પત્ની ઘરેથી ગાયબ હતા. બધેએ તપાસ કરી, પરંતુ તેમનો કોઈ પત્તો લાગ્યો નહીં. તેમણે પોતાના જમાઈ પર આરોપ લગાવ્યો કે, તેમની પત્નીને જમાઈ સમજાવી-પટાવીને ભગાડીને લઈ ગયો છે. હાલ તો પોલીસે એફઆઈઆર નોંધી સાસુ અને જમાઈને શોધવા ચક્રો ગતિમાન હાથ ધર્યાં છે.

 


Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected
0FansLike
0FollowersFollow
2FollowersFollow
63SubscribersSubscribe
- Advertisement -spot_img

વિડીયો

- Advertisement -
error: Content is protected !!