ડેડીયાપાડા તાલુકાના બલ ગામે આકસ્મિક રીતે ઘરો સળગી ગયા હતા. તે પરિવારજનોને મંગળવારે એટલે કે, 03/01/2023ના રોજ 149 ડેડીયાપાડા વિધાનસભાના ધારાસભ્ય ચૈતર વસાવાના ધર્મ પત્ની શકુંતલાબેનના હસ્તે જીવન જરૂરિયાત ચીજ વસ્તુઓનું વિતરણ કરવામાં આવ્યુ હતું.
ડેડીયાપાડા સાગબારા તાલુકાના ગામોમાં આગ લાગવાની ઘટનાઓ પ્રતિવર્ષ બનતી હોવા છતા તંત્ર દ્વારા અહીં ફાયર સ્ટેશન ઉભું કરવા માટે કોઈજ પ્રયાસો હાથ ધરવામાં આવતા નથી.પ્રતિવર્ષ આગ ફાટી નીકળવાના કારણે કઈ કેટલાય ગરીબોના મહેનતથી ઉભા કરેલા મકાનોની સાથે જીવનની પુરી કમાણી પણ આગમાં બળીને સ્વાહા થઈ જતી હોય છે. ત્યારે તેને બચાવવા પોતે નિસહાય બની જતા હોય છે. ડેડીયાપાડા, સાગબારા તાલુકાના આપ પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા પાસે આશા ઊભી થઈ છે કે હવે તેવો જ ફાયર સ્ટેશન ઉભું થાય તેવા પ્રયાસો કરે તેવી હાલ માંગ ઉઠી છે.