નસવાડી તાલુકાના અલવા માઈનોર કેનાલના કુવાનું લીકેજ પાણી કંકુવાસણ ગામના રહેણાંક મકાનમાં ઘૂસી જતા સ્થાનિક લોકો હાલાકીનો સામનો કરી રહ્યા છે. નર્મદા નિગમના અધિકારીઓ કેનાલમાં પાણી છોડ્યા બાદ કેનાલના લીકેજ પાણીનું સમારકામ કરતા ન હોવાથી સ્થાનિક ગ્રામજનોના ઘરના રસ્તાઓ સુધી પાણી પહોંચી જતું હોય છે. જેના કારણે રસ્તા પરથી પસાર થતાં રાહતદારીઓને મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવે છે. તેમજ કેનાલનું પાણી ખાડાઓમાં ભરાઈ રહેતું હોવાથી રોગચાળો ફાંટી નિકળવાનો પણ ભય સ્થાનિકોને સતાવી રહ્યો છે.