સંખેડાના ધારાસભ્ય અભેસિંહ તડવી ધારાસભ્ય બન્યા બાદ પહેલી વાર નસવાડી આવ્યા હતા. જેથી તેઓનું નસવાડી ગ્રામ પંચાયતના કોમ્યુનિટી હોલમાં સ્વાગત કરવામાં આવ્યું હતું. નસવાડી તાલુકા પંચાયતના પ્રમુખથી લઈ કારોબારી ચેરમેન સાથે તાલુકા મામલતદાર, ટીડીઓ, સરપંચો તલાટીઓ સાથે તાલુકા શિક્ષકો અને અન્ય સંગઠનના કર્મચારીઓ સ્વાગત કર્યું હતું. ત્યારબાદ તેઓ નસવાડી તાલુકા પંચાયત કચેરી અને નસવાડી તાલુકા સેવાસદન પર પહોંચ્યા હતા.
દરમ્યાન કચેરીમાં કામ અર્થે આવેલા અરજદારને શું કામથી આવ્યો છે. તે બાબતે પૂછપરછ કરી હતી. અને સેવાસદનના પુરવઠા વિભાગમાં અરજદારને સાથે રાખી દાવા અરજીઓની માહિતી લઈ પ્રશ્ન હલ કર્યો હતો. સાથે જ અધિકારીઓ કર્મચારીઓને તેઓ દ્વારા અરજદારનું ઝડપીથી કામ થાય અને લોકોને મુશ્કેલી ન પડે માટે ધ્યાન ધર્યું હતું.