સંખેડા વિધાનસભાના ધારાસભ્ય અભેસિંહ તડવીનું નસવાડી મંડળ દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું. મંડળના લોકોએ ધારાસભ્ય અભેસિંહ તડવીને ફૂલ ગુચ્છ આપી સન્માન કર્યું હતું. સન્માન કાર્યક્રમ બાદ ચૂંટણી અંગે ચર્ચા કરવામાં આવી હતી. કાર્યક્રમમાં છોટાઉદેપુર જિલ્લા પ્રમુખ, ઉપેન્દ્રભાઈ રાઠવા. મહામંત્રી ડી.એફ.પરમાર.જશુભાઇ ભીલ.નસવાડી તાલુકા પંચાયત પ્રમુખ રાજુભાઈ રાઠવા.મહામંત્રી અનિલ શાહ.અને વિનુભાઈ ભીલ હાજર રહ્યા હતા.જેમાં મંડળના હોદેદારો. જિલ્લા યુવા મોરચા પ્રમુખ.મહામંત્રીઓ.મંડળના તમામ હોદ્દેદારો.તાલુકા પંચાયતના સભ્યો. જિલ્લા પંચાયત સભ્યો. શક્તિકેન્દ્ર ઇન્ચાર્જ તમામ કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા.ધારાસભ્ય અભેસિંહ તડવીને ફૂલહાર પહેરાવીને સન્માન કર્યું હતું.