નસવાડી તાલુકાના લીંડા શિક્ષણ સંકુલમા આદિવાસી સમાજની કન્યાઓને આપવામાં આવતા ભોજનની હલકી ગુણવતાનો મુદ્દો પત્રકારોએ પ્રસારિત કર્યા બાદ સ્કૂલના મેઈન પ્રવેશ દ્વાર પર સ્કૂલના સંચાલકો દ્વારા પરવાનગી વગર પ્રવેશ બંધીનું બેનર લગાવી દેવામાં આવ્યું છે. છોટાઉદેપુર પ્રાયોજના અધિકારી દ્વારા ફોટા કે વિડિયો ઉતારવો નહિ તેવા પ્રાયોજના અધિકારી દ્વારા ફરમાન જાહેર કરવામાં આવ્યું છે. શાળાની વિદ્યાર્થીનીઓ દ્વારા આક્ષેપો કરવામાં આવ્યા હતા કે વિદ્યાર્થીઓને કાચું ભોજન પીરસવામાં આવે છે.
આદિવાસી સમાજની બાળાઓ ક્યાં સુધી આવું કાચું ભોજન ખાઈને અભ્યાસ કરવા મજબૂર બનશે ? કે પછી જિલ્લા શિક્ષણ વિભાગ લીંડા ટેકરા શિક્ષણ સંકુલમાં યોગ્ય તપાસ કરી કસુરવાળો સામે કાર્યવાહી કરી પગલા ભરશે ? કે પછી આદિવાસી સમાજની બાળાઓ આવી જ રીતે અભ્યાસ કરવા મજબૂર બનશે ? ભોજનની ગુણવતાનો પ્રશ્ન મીડિયાએ ઉઠાવ્યા બાદ મીડિયાને ગેટમાંથી પ્રવેશ આપનાર ચાર વોચમેનને પણ નોટિસ આપવામાં આવી છે. આદિવાસી બાળકોને ભોજનમાં ચેડા કરવાના સમાચાર ઉજાગર કરવાના કારણે બિન અધિકૃત રીતે ફોટા પાડવા કે વિડિયો ઉતારવાની મનાઈની સૂચના લખી દેવામાં આવી છે.આ સૂચના બોર્ડ લાગી જતા વાલીઓમાં અનેક સવાલો ઉભા થઇ રહ્યા છે.