નસવાડીમાં આવેલી એસ.બી.સોલંકી વિદ્યામંદિરનો 66મા સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવી હતી. નવા વર્ષમાં નવા સૂત્ર અને સાંસ્કૃતિક કાર્યક્રમો સાથે સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવી હતી. નસવાડી તાલુકા કેળવણી મંડળ સંચાલિત શ્રીમતી શાંતાબા ભારતસિંહજી સોલંકી વિદ્યામંદિરનો 66મો સ્થાપના દિવસ ઉજવાયો હતો.
આ કાર્યક્રમની શરૂઆત દીપ પ્રગટાવીને કરવામાં આવી હતી અને વિદ્યાર્થીઓ દ્રારા લગભગ ૧૭ પ્રકારની કૃતિઓ રજુ કરવામાં આવી હતી. વિદ્યાર્થીઓએ શૈક્ષણિક તેમજ સહ શૈક્ષણિક પ્રવૃત્તિઓમાં ભાગ લઈ રાષ્ટ્રીય કક્ષા સુધી સારો દેખાવ કર્યો હતો તેવા વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવ્યુ હતુ. આ શાળાની શરૂઆતમાં 25 બાળકો કાચા મકાનમાં શરૂ થઈ હતી. અંદાજિત 2500 થી પણ વધારે બાળકો અભ્યાસ કરે છે.આ શાળામાં ગુજરાતી માધ્યમ અને અંગ્રેજી માધ્યમનો અભ્યાસ કરી રહ્યા છે. આ શાળાના બાળકો છેક આંતરરાષ્ટ્રીય કક્ષાએ સુધી પોતાની પ્રતિભાવો પ્રસ્તાપીઠ કરી રહ્યા છે. શાળાની બાળાઓ દ્વારા અલગ અલગ નૃત્ય કરી શાળાનો સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં સાંસદ ગીતા બેન રાઠવા. ધારાસભ્ય અભેસિંહ તડવી. જિલ્લા પંચાયત પ્રમુખ મલકાબેન પટેલ. જિલ્લા રમત વિકાસ અધિકારી. દિનેશભાઈડું. ભીલ. ઘનશ્યામ સિંહજી. સી.સોલંકી.નસવાડી તાલુકા પંચાયત પ્રમુખરાજુભાઈરાઠવા.મહેન્દ્રભાઈ.સી.દેસાઇ.સુભાષભાઈ પંડ્યા. અન્ય મહેમાનો હાજર રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.