મંગળવારે રમાયેલી પ્રથમ વન-ડે ક્રિકેટ મેચમાં શ્રીલંકા સામે 67 રને વિજય નોંધાવ્યો હતો. આ સાથે જ ભારતે ત્રણ મેચની સીરિઝમાં 1-0ની સરસાઈ મેળવી લીધી છે. ગુવાહાટી ખાતે રમાયેલી મેચમાં શ્રીલંકાએ ટોસ જીતીને ભારતને પ્રથમ બેટિંગનું આમંત્રણ આપ્યું હતું. ભારતે નિર્ધારીત 50 ઓવરમાં સાત વિકેટે 373 રનનો સ્કોર નોંધાવ્યો હતો.
જેમાં વિરાટ કોહલીએ 113 રનની ઈનિંગ્સ રમી હતી. 374 રનના લક્ષ્યાંકના જવાબમાં કેપ્ટન દાસુન શનાકાની અણનમ સદીની મદદથી શ્રીલંકાએ લડત આપી હતી પરંતુ વિજય નોંધાવી શક્યું ન હતું. શ્રીલંકાની ટીમે 50 ઓવરમાં 8 વિકેટે 306 રન નોંધાવ્યા હતા. શનાકાએ 108 રનની અણનમ ઈનિંગ્સ રમી હતી. વિરાટ કોહલીને પ્લેયર ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યો હતો.