કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ ભારત જોડો યાત્રાની પંજાબમાં શરૂઆત કરી છે. ત્યારે તેમણે એક કાર્યક્રમ દરમિયાન ભાજપ સરકાર પર શાબ્દિક પ્રહારો કર્યાં હતા. રાહુલ ગાંધીએ કહ્યું કે, ભાજપ સરકાર એક જાતિને બીજી જાતિ સાથે ઝઘડો કરાવે છે. પરંતુ ભાજપ સરકારે આ બધું છોડીને દેશમાં ચાલી રહેલી બેરોજગારી, મોંધવારી તેમજ વિદ્યાર્થીઓના સારા શિક્ષણ માટે ચર્ચા કરવાની જરૂર છે તેમ જણાવ્યું.
રાહુલ ગાંધીના આ કાર્યક્રમમાં રાજસ્થાનના પ્રભારી સુખજિંદર સિંહ રંધાવા, સચિન પાયલટ, ધારાસભ્યો રાણા ગુરજીત, સાધુ સિંહ ધરમસોત, બરિન્દરમીત પહડા, કુલબીર સિંહ ઝીરા હાજર રહ્યા હતા. થોડા સમય પહેલા રાહુલગાંધી ઉત્તર પ્રદેશની મુલાકાતે હતા ત્યારે તેમણે કહ્યું હતું કે, ઉત્તર પ્રદેશની પવિત્ર ભૂમિને મારો વંદન કહી સ્થાનિક લોકોના દિલ જીતી લીધા હતા.