સુરત શહેરમાં યુવાનને ટેલીગ્રામ ઉપર પાર્ટ ટાઇમ જોબ આપવાનું જણાવી લીંક મોકલી તેમાં રજીસ્ટ્રેશન કરાવી અલગ અલગ ટાસ્ક પેટે કુલ રૂ.૭,૬૪,૨૦૦ અલગ અલગ બેંક એકાઉન્ટોમાં ટ્રાન્સફર કરાવી છેતરપીંડી કરી હતી. જે બનાવમાં પોલીસે છેતરપીંડી કરનાર 3 આરોપીઓને દિલ્હી ખાતેથી ઝડપી પાડ્યા હતા અને ઠગાઈની તમામ રકમ રિકવર કરી હતી. ટેલિગ્રામ ઉપર પાર્ટ ટાઈમ જોબ ની ઓફર સુરત ના યુવાનને કરાય હતી.
બાદમાં તેની સાથે ટેલિગ્રામ પર વાતચીત પણ કરવામાં આવી હતી.બેંક એકાઉન્ટ ધારકોએ પૂર્વ આયોજીત કાવતરૂ રચી યુવાનને પાર્ટ ટાઇમ જોબ આપવાનું જણાવ્યુ હતું અને એક લીંક મોકલી તેમાં યુવાનને રજીસ્ટ્રેશન કરાવ્યુ હતું. બાદમાં યુવાનને ટાસ્ક આપતા શરૂઆતમાં તેઓએ ટાસ્ક પુરો કરતા રૂ.૮,૦૦ પરત આપ્યા હતા. ત્યારબાદ યુવાનને ટુકડે ટુકડે રૂ.૧,૦૬,૬૫૭ અલગ અલગ ટાસ્ક માટે ચુકવતા તેઓએ રૂ.૧,૩૧,૫૪૬ પરત આપી યુવાનને વિશ્વાસમાં લઈ લીધા હતા.
બાદમાં આ જ વિશ્વાસનો લાભ ઉઠાવીને યુવાનને આગળનો ટાસ્ક મેળવવા સારૂ રૂપીયા ભરવા જણાવ્યુ હતું. જેથી યુવાને ટુકડે ટુકડે કુલ્લે રૂ.૭,૬૪,૨૦૦ તેઓએ આપ્યા હતા. બેંક એકાઉન્ટોમાં મોકલી આપ્યા હતાં. જો કે બાદમાં કોઈ પણ ટાસ્ક નહિ આપતા યુવાનને પોતાની સાથે ઠગાઇ થઈ હોવાની ગંધ આવી ગઈ હતી. બાદમાં પૈસા પરત માંગતા નંબર બંધ થઈ ગયો હતો. જેથી યુવાનને પોતે ઠગ ના હાથે છેતરાઈ ગયો હોવાની ભણક થઈ જતા આ અંગે સાયબર ક્રાઈમમાં ફરિયાદ નોંધાવી હતી. જે ફરિયાદના આધારે પોલીસે ત્રણ આરોપીને ઝડપી પાડ્યા હતા.