દાદરા નગર હવેલી પાસે આવેલા સાયલીમા પૈસાનો વરસાદ થશે તેવી અંધશ્રદ્ધામા નાનકડા બાળકની નરબલી ચઢાવી દેવામા આવી હોવાની વાત સામે આવતા ચકરાર મચ્યો છે. સમગ્ર બનાવની વાત કરીએ તો આ બાળક 9 વર્ષનુ હતુ અને તેનુ નામ ચૈતા કોહલા હતુ આરોપી રમેશ પૈસાદાર થવા માંગતો હતો અને મેલી વિધાનો જાણકાર હતો. તેણે પોતાની ભૂખ સંતોષવા પૈસાનો વરસાદ કરાવાનુ નક્કી કર્યુ અને મેલી વિદ્યા શરૂ કરી જેમા નરબલી જરૂરી હતી. આ માટે રમેશે તેના મિત્ર શૈલેષને કહ્યુ અને શૈલેષે સગીરનો સંપર્ક કર્યો. આ બાદ શૈલેષ નામના આરોપીએ સાયલીમાં એક ચિકન શોપમાં ખાટકીનું કામ કરતા સગીર સાથે મળીને મેલીવિદ્યાનો પ્લાન કર્યો. આ માટે 9 વર્ષીય ચૈતાનું અપહરણ કર્યું અને તેની હત્યા કરી નરબલી ચડાવી હતી.
માસૂમની હત્યાઃ
મળતી માહિતી મુજબ બાળકના પરિવારજનોએ ચૈતા ગુમ હોવાની ફરિયાદ પણ નોંધાવી હતી. હવે પોલીસે આ મામલે માસુમ ચૈતાની હત્યાયારા મેશ ભાડીયા સંનવર અને ડાંગના સુબીર તાલુકાના ઉપલામહલ ગામનો શૈલેષ કોહકેરા અને એક સગીરની ધરપકડ કરી છે. આ મામલે સેલવાસ પોલીસે ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે.
તપાસમા ચોંકાવનારા ખુલાસાઃ
આ તમામ વાતનો ખુલાસો ત્યારે થયો જ્યારે વાપીના કરવડ નજીકથી પસાર થતી દમણ ગંગા નહેરમાંથી એક બાળકનો ક્ષતિક્ષત હાલતમાં અર્ધમૃતદેહ મળી આવ્યો. ત્યારબાદ સંઘપ્રદેશ દાદરા નગર હવેલીના સાયલીના સ્મશાન નજીકથી પણ એક બાળકનો અર્ધમૃતદેહ મળ્યો. હવે વલસાડ પોલીસ અને સંઘપ્રદેશ દાદરા નગર હવેલી પોલીસે આ સમગ્ર મામલે તપાસ હાથધરી છે