કર્ણાટકના હુબલીમાં PM નરેન્દ્ર મોદીની સુરક્ષામાં ગેરરીતિનો મોટો મામલો સામે આવ્યો છે. કર્ણાટકના હુબલીમાં યૂથ ફેસ્ટિવલ દરમિયાન એક વ્યક્તિ પીએમની કારની એકદમ નજીક આવી ગયો હતો. પીએમ મોદી રોડ શો કરી રહ્યા હતા. એક યુવક હાથમાં ફૂલોની માળા લઈને દોડતા દોડતા પીએમ નરેન્દ્ર મોદીના વાહન સુધી પહોંચી ગયો હતો. જે બાદ તરત જ NSGના સુરક્ષાકર્મીઓએ તે વ્યક્તિને રોક્યો હતો.
આ યુવક પીએમ નરેન્દ્ર મોદીને પોતાના હાથે હાર પહેરાવવા માંગતો હતો. પીએમની સુરક્ષામાં આને મોટી ખામી માનવામાં આવી રહી છે. જોકે, આ અંગે કમિશનરનું નિવેદન આવ્યું છે કે સુરક્ષામાં કોઈ ક્ષતિ રહી નથી. પરંતુ આ વીડિયોમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે તેમની સુરક્ષામાં કેવી ક્ષતિ રહી છે.
આ પહેલા નરેન્દ્ર મોદી 26માં નેશનલ યુથ ફેસ્ટિવલમાં પહોંચ્યા હતા. સ્વામી વિવેકાનંદની જન્મજયંતિ નિમિત્તે આ કાર્યક્રમ 12 થી 16 જાન્યુઆરી સુધી ચાલવાનો છે. જેમાં દેશના વિવિધ રાજ્યોમાંથી 30 હજારથી વધુ યુવાનો ભાગ લઈ રહ્યા છે. આ કાર્યક્રમનું ઉદ્ઘાટન કરવા નરેન્દ્ર મોદી કર્ણાટકના હુબલી પહોંચ્યા હતા