તાપી જિલ્લાના ઉચ્છલ તાલુકાના લીંબાસોટી પ્રાથમિક શાળામાં વનભોજનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ગામના વડિલો તેમજ શિક્ષકોએ ઉત્સાહ પૂર્વક ભાગ લીધો હતો. લીંબાસોટી પ્રાથમિક શાળામાં ધોરણ 1થી 5 સુધીના બાળકો અભ્યાસ કરે છે. જેની કુલ સંખ્યા 65 જેટલી છે. આ વિદ્યાર્થીઓએ પણ વનભોજન કાર્યક્રમમાં ઉત્સાહ પૂર્વક ભાગ લીધો હતો.
લીંબાસોટી પ્રાથમિક શાળાના આચાર્ય શાંતિલાલભાઈ, માધ્યનભોજનના સંચાલક રમેશભાઈનાં પ્રયાસથી વિદ્યાર્થીઓને વનભોજન કરવામાં આવ્યું. જેમાં દાળ-ભાત, શાક, લાપસી, ખમણ અને કચુંબરની વાનગીઓ રાખવામાં આવી હતી. વનભોજનના કાર્યક્રમમાં મહેમાન તરીકે વિદ્યાર્થીઓનાં વાલિયો અને ગામનાં માજી સરપંચે હાજરી આપી હતી.