જેમ જેમ શિયાળામાં કડકડતી ઠંડી પડે છે તેમ-તેમ લોકો વધુ ને વધુ ગરમ પાણી પીવે છે. પરંતુ જો લાંબા સમય સુધી ગરમ પાણી પીવું તમારા સ્વાસ્થ્ય માટે જોખમી બની શકે છે. ગરમ પાણી પીવાથી ગળું સાફ થાય છે અને હૂંફ આપે છે પરંતુ શરીરના આંતરિક અવયવોને નુકસાન પહોંચાડે છે. જેના કારણે અનિદ્રા, બીપી અને કિડનીની સમસ્યા પણ થઈ શકે છે.
આપણું અથવા અન્ય કોઈ જીવનું શરીર સામાન્ય પાણીને પચાવવા માટે બને છે. વધુ પડતું ઠંડુ કે ગરમ પાણી આપણા શરીર માટે સામાન્ય માનવામાં આવતું નથી. ડોક્ટરોના મતે ગરમ પાણીને ફિલ્ટર કરવા માટે કિડનીને વધુ મહેનત કરવી પડે છે. જેના કારણે કિડની સામાન્ય રીતે કામ કરી શકતી નથી.