દેવાળિયો થઈ ગયેલા પાકિસ્તાન પહેલાથીજ આર્થિક કટોકટીનો સામનો કરી રહ્યું છે. સામાન્ય નાગરિકો હાલાકી ભોગવી રહ્યા છે ત્યારે રાજકીય સ્તરે પણ આગામી દિવસોમાં સત્તાધારી અને વિપક્ષો વચ્ચેના મતભેદો દૂર નહીં થયા તો દેશ પરનું આર્થિક સંકટ વધુ ગંભીર બની શકે છે એવી કબૂલાત પાકિસ્તાનના રાષ્ટ્રપતિ ડોકટર આરિફ અલ્વીએ કરી છે. પાકિસ્તાનના રાષ્ટ્રપતિ આરિફ અલ્વીએ તમામ રાજકીય પક્ષોને મતભેદોને દૂર કરીને ચર્ચા નહીં કરે તો દેશની આર્થિક સ્થિત વધુ ખરાબ થઈ શકે છે એવી કબૂલાત કરી છે.
હાલની ગઠબંધનની સરકાર ભૂતપૂર્વ વડા પ્રધાન ઈમરાન ખાન અને તેમની પાર્ટી તહરીક-એ ઈંન્સાફ સાથે વાતચીત કરવાનું ટાળી રહ્યા છે, જેને કારણે દેશની આર્થિક પરિસ્થિતિનો સામનો કરવામાં આંતરરાષ્ટ્રીય સ્તરે અડચણો આવી શકે છે.દેશમાં ચૂંટણીને લઈને પણ પાકિસ્તાનના રાષ્ટ્રપતિએ કહ્યું હતું કે અર્થવ્યવસ્થા અને જનતાની ભલાઈ માટે યોગ્ય નિર્ણય લેવો જોઈએ.
નોધનીય છે કે રાષ્ટ્રપતિ ડોકટર આરિફ ભૂતપૂર્વ વડા પ્રધાન ઈમરાન ખાન માટે નરમાઈશ ભર્યું વલણ ધરાવે છે, જ્યારે ઈમરાન ખાન વિરુદ્ધ અવિશ્વાસનો પ્રસ્તાવ પાસ થયો ત્યારે અનેક વખતે તેમણે ઈમરાન પ્રત્યે કુલુ વલણ બતાવ્યું.