નસવાડી તાલુકાના કવાંટ રોડ પર આવેલા ચોરામલ ગામ નજીક અકસ્માતની ઘટના બની હતી. બાઈક અને પીકઅપ ટેમ્પો વચ્ચે અકસ્માત થતાં બાઈક ચાલકનું ઘટના સ્થળે કમકમાટી ભર્યું મોત થયું હતું. આ ઘટનામાં મૃત્યુ પામનાર યુવક નસવાડી તાલુકાના ધારસિમેલ ગામનો રહેવાસી હોવાનું સામે આવ્યું છે.
તો બીજી તરફ ટેમ્પો ચાલક અકસ્માત સર્જીને ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો હતો. બનાવી જાણ સ્થાનિક લોકોને થતાં ઘટના સ્થળે મોટી સંખ્યામાં સ્થાનિક લોકો ભેગા થયા હતા. સ્થાનિકો દ્વારા 108ને જાણ કરતા ગુજરાત સરકારની 108 પણ અડધો કલાક મોડી આવતા લોકોએ પોતાનો રોષ વ્યક્ત કર્યો હતો. બનાવને લઈ નસવાડી પોલીસે ઘટના સ્થળે પહોંચી મૃતદેહને પીએમ અર્થે હોસ્પિટલ ખસેડી ફરાર ટેમ્પો ચાલકને ઝડપી પાડવા તાપસ તેજ કરી છે. ત્યારે આગામી સમયમાં જોવું એ રહ્યું ફરાર ટેમ્પો ચાલક ક્યારે પોલીસ પકડમાં આવે છે.