ચીન અને ભારત વચ્ચે ઘર્ષણ વધતું જાય છે. એલએસસી ઉપર સુરક્ષા વ્યવસ્થા સઘન કરવામાં આવી રહી છે. ભારતીય થલસેના પ્રમુખ જનરલ નોલેજ પાંડે કહ્યું હતું કે, હાલમાં સ્થિતિ સામાન્ય છે ક્યારે શું થાય તે કહી શકાય નહીં. કારણ કે જાણકારી મળી છે કે ચીને બોર્ડર ઉપર તેનાત સૈનિકોની સંખ્યા વધારી દીધી છે. ભારત હવે ચીન અને પાકિસ્તાન જેવા દેશોને જવાબ આપે છે ત્યારે પૂર્વી લદાખમાં બંને દેશોના 50-50 હજારથી વધુ સૈનિકો બોર્ડર ઉપર હાજર છે. છતાં પણ ચીન હજી આ સંખ્યામાં વધારો કરે છે જોકે ભારત ચીનને જવાબ આપવા અને પહોંચી વળવા માટે સક્ષમ છે.
બીજી તરફ દેપસાંગ અને ડેમચોકમાંથી સૈનિકોને પીછેહટ કરવાની પણ ના કહી દીધી છે. અરુણાચલ પ્રદેશમાં સતત દબાણ વધાર્યું રહ્યું છે. ત્યારે ભારતીય સેના પણ પૂરતી તૈયારી સાથે જેને જવાબ આપવા તૈયાર છે. ભારતીય સેનાના પ્રમુખે કહ્યું હતું કે હાલમાં તે દરેક સ્થળ ઉપર સ્થિતિ સામાન્ય છે પરંતુ ચીન ક્યારે શું કરે તે કહી શકાય નહીં આથી અમે સતત એવા પ્રયત્નો કરીએ છીએ કે દેશમાં શાંતિ અને સુરક્ષા બન્યા રહે. અમારા સૈનિકો દરેક સ્થિતિને કંટ્રોલ કરવા માટે સજજ છે.