ભારતે ત્રીજી ODIમાં શ્રીલંકાને 317 રનથી હરાવીને ત્રણ મેચની શ્રેણી 3-0થી કબજે કરી હતી. શ્રીલંકાને મેચમાં જીતવા માટે 391 રનનો લક્ષ્યાંક હતો, પરંતુ તેની આખી ટીમ 22 ઓવર સાથે 73 રનમાં જ ઓલઆઉટ થઈ ગઈ હતી. થયું એવું કે, શ્રીલંકાનો છેલ્લો ખેલાડી ઈજાના કારણે બેટિંગ કરવા આવ્યો ન હતો.
આ જીત સાથે ટીમ ઈન્ડિયાએ ઈતિહાસના પાનામાં પોતાનું નામ નોંધાવી દીધું છે. ટીમ ઈન્ડિયા વનડે ઈતિહાસમાં રનના મામલે સૌથી મોટી જીત મેળવનારી ટીમ બની ગઈ છે. આ પહેલા આ રેકોર્ડ ન્યૂઝીલેન્ડના નામે હતો જેણે વર્ષ 2008માં આયર્લેન્ડને 290 રનથી હરાવ્યું હતું. એટલે કે પ્રથમ વખત કોઈ ટીમ ODIમાં 300 પ્લસ રનથી જીતી.
શ્રીલંકાની ઈનિંગ્સ શરૂઆતથી જ ખતરામાં હતી. તેણે પ્રથમ દસ ઓવરમાં જ તેની પાંચ વિકેટ ગુમાવી દીધી હતી. આ પાંચ વિકેટોમાંથી ચાર વિકેટ મોહમ્મદ સિરાજે લીધી હતી. પાવર પ્લે પછી પણ શ્રીલંકન ટીમની વિકેટ સતત પડતી રહી અને તેણે એક શરમજનક રેકોર્ડ પોતાના નામે કરી લીધો.
વનડેમાં સૌથી મોટી જીત :-
317- ભારત વિ શ્રીલંકા, 2023, તિરુવનંતપુરમ
290- ન્યુઝીલેન્ડ વિ આયર્લેન્ડ, 2008, એબરડીન
275- ઓસ્ટ્રેલિયા વિ અફઘાનિસ્તાન, 2015, પર્થ
272- દક્ષિણ આફ્રિકા વિ ઝિમ્બાબ્વે, 2010, બેનોની
258- દક્ષિણ આફ્રિકા વિ શ્રીલંકા, 2012, પાર્લ
વન-ડેમાં ભારતની સૌથી મોટી જીત :-
317 રન વિ શ્રીલંકા, તિરુવનંતપુરમ, 2023
257 રન VS બર્મુડા, પોર્ટ ઓફ સ્પેન 2007
256 રન વિ હોંગકોંગ, કરાચી 2008
227 રન વિ બાંગ્લાદેશ, ચિત્તાગોંગ 2022
વેસ્ટ ઈન્ડિઝ વિરુદ્ધ 224 રન, બ્રેબોર્ન 2018લાઈવ ટીવી