નવી દિલ્હીમાં સોમવારથી બે દિવસની ભાજપની રાષ્ટ્રીય કારોબારીની બેઠક શરૂ થઈ રહી છે ત્યારે સૌની નજર હવે પછી ભાજપના રાષ્ટ્રીય પ્રમુખપદે કોણ આવશે તેના પર મંડાયેલી છે. ભાજપનાં સૂત્રોનો દાવો છે કે, જે.પી. નડ્ડાને રીપીટ કરાશે કેમ કે આ વર્ષે નવ રાજ્યોની વિધાનસભા ચૂંટણી છે અને પછી છ મહિનામા લોકસભાની ચૂંટણી આવશે. આ સંજોગોમાં નરેન્દ્ર મોદી કોઈ જોખમ ઉઠાવવા માંગતા નથી. અલબત્ત મોદી તેમની આદત પ્રમાણે સરપ્રાઈઝ આપી શકે છે.
નડ્ડાના કાર્યકાળ દરમિયાન ભાજપ સતત જીત્યો છે. નડ્ડા પોતે મંત્રીપદ કે બીજી કોઈ લાલચ વિના સંગઠનના કામ માટે સતત દોડતા રહે છે તેનું વળતર 2024ની લોકસભા ચૂંટણી પછી અપાશે પણ ત્યા સુધી નડ્ડાને ચાલુ રખાશે. ભૂપેન્દ્ર યાદવ અને ધર્મેન્દ્ર પ્રમુખપદ માટે પ્રબળ દાવેદાર છે પણ લોકસભાની ચૂંટણી નજીક હોવાથી મંત્રીમંડળમાં પણ સક્ષમ માણસોની જરૂર છે તેથી મોદી હાલ કોઈ ફેરફાર કરવાન મૂડમાં નથી.