આદિવાસી બાહુલ્ય ધરાવતા છોટા ઉદેપુર જીલ્લાના કવાંટના હમીરપુરમાં આદિવાસી સાંસ્કૃતિક એકતા સંમેલન યોજાઈ હતું. આ કાર્યક્રમમાં દેશભરમાંથી વિવિધ આદિવાસી સમાજના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમ ત્રણ દિવસ સુધી યોજાયો હતો. કાર્યક્રમમાં આદિવાસી સંસ્કૃતિનું પ્રદર્શન કરવામાં આવ્યું હતું.
કાર્યક્રમમાં આદિવાસી સમાજ ઉપર દુનિયાભરમાં રિસર્ચ કરનાર વિદેશી લોકો પણ આવ્યા હતા. જેમાં ખાસ કરીને આદિવાસીઓની સંસ્કૃતિ અંગે માહિતી મેળવતા નજરે પડ્યા હતા. કવાંટમાં શરૂ થયેલા ત્રિદિવસીય આદિવાસી સાંસ્કૃતિક એકતા સંમેલનમાં દેશભરના આદિવાસી સમાજના લોકો એક થઈને આવનારા સમયમં સમાજના પ્રશ્નો અંગે ચર્ચા કરી હતી.