34 C
Ahmedabad
Thursday, April 25, 2024

પાવી જેતપુરનો ઓરસંગ નદી પરનો પુલ રીપેરીંગ માટે એક મહિનો બંધ રહેશે


છોટાઉદેપુર જીલ્લાના પાવી જેતપુર-ચલામલી રોડ પર ઓરસંગ નદી પર આવેલો બ્રીજ પર રીપેરીંગ કામ કરવાનું હોવાથી તારીખ ૧૨ જાન્યુઆરીથી ૧૧ ફેબ્રુઆરી સુધી ભારે વાહનો માટે બંધ રાખવા જીલ્લા મેજીસ્ટ્રેટ દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. આ જાહેરનામું છોટાઉદેપુર જીલ્લાના કાર્યપાલક ઇજનેર, માર્ગ અને મકાનના અભિપ્રાયથી બહાર પાડવામાં આવ્યું છે.

ઉપરોક્ત જણાવેલી તારીખો દરમિયાન વાહનોની અવાર જવર માટે વૈકલ્પિક રૂટ મુજબ વાહનોનું ડાઈવર્ઝન કરવામાં આવ્યું છે. આ ડાઈવર્ઝન કરેલા રૂટ પર તમામ રસ્તા પર નાનું મોટું રીપેરીંગ કરીને આ રૂટને પહેલા સજ્જ કરવામાં આવેલ છે. આ રૂટ કવાંટથી જેતપુર પાવી તરફ આવતા ભારે વાહનોને રંગલી ચોકડીથી મોડાસર ચોકડી થઈ ઢોકલીયા ચોકડી થઈ જમણી બાજુ વળી જેતપુર પાવી તરફ જઈ શકાશે.

જેતપુર પાવીથી કરાલી, કવાંટ તરફ જતા ભારે વાહનોને કોર્ટ બિલ્ડીંગ જેતપુર પાવી સામેથી નાલેજ-પીપલેજ-હરવાંટ-રતનપુર રોડથી છોટાઉદેપુર તરફ તેજગઢ ઓરસંગ બ્રીજ પર થઈ નેશનલ હાઈવે પરથી છોટાઉદેપુર તરફ પસાર થઈ શકાશે. આ જાહેરનામાના હુકમના ભંગ બદલ પોલીસ અધિનિયમ-૧૯૫૧ની કલમ-૧૩૧ મુજબ શિક્ષાને પાત્ર બનશે.

પુલનું કેવું રીપેરીંગ થશે ?

રતનપુર ફાઉન્ડેશન રીસ્ટોરેશન માટે કોન્ટ્રાક્ટર એજન્સી ફિક્સ કરી દેવામાં આવી છે અંદાજે ત્રણ કરોડ રૂપિયાના ખર્ચે આ કામ એક મહિનામાં બહાર પાડવામાં આવશે ફાઉન્ડેશનના ફાઇલમાં સળિયા બહાર નીકળી ગયા હોવાને કારણે કોન્ક્રીટ જેકેટિંગ કરવામાં આવશે. લગભગ ચાર મીટર કેટલી ઊંચાઈમાં 15 cm જેટલું જેકેટિંગ કરવાનું છે આ કોન્ક્રીટ એમ 35 ગ્રેડનું વાપરવામાં આવશે.


Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected
0FansLike
0FollowersFollow
2FollowersFollow
74SubscribersSubscribe
- Advertisement -spot_img

વિડીયો

- Advertisement -
error: Content is protected !!