શુભમન ગિલે ન્યૂઝીલેન્ડ સામેની હૈદરાબાદમાં રમાયેલી વનડેમાં ઈતિહાસ રચી દીધો. શુભમન ગિલે ધમાકેદાર બેટીંગ કરી બેવડી ફટકારી દીધી. શુભમન ગિલે 149 બોલમાં 208 રનની યાદગાર ઇનિંગ રમી હતી. ગીલે 49મી ઓવરમાં લોકી ફર્ગ્યુસનની બોલ પર સતત ત્રણ છગ્ગા ફટકારીને તેની બેવડી સદી પૂરી કરી. તેની ઇનિંગ્સના કારણે ભારતે આઠ વિકેટે 349 રનનો વિશાળ સ્કોર બનાવ્યો હતો.
શુભમન ગિલે બેવડી સદી ફટકાર્યા બાદ પૂર્વ ક્રિકેટર વિરેન્દ્ર સેહવાગે શાનદાર પ્રતિક્રિયા આપી હતી. ફિલ્મની મીમ શેર કરતાં સેહવાગે લખ્યું, ‘ગિલ હૈ કી માનતા નહીં. શુભમન ગિલની શાનદાર બેવડી સદી.
23 વર્ષીય ગિલે આ રેકોર્ડબ્રેક ઇનિંગમાં ઘણા રેકોર્ડ તોડ્યા હતા. ગિલ હવે વન-ડે ઈન્ટરનેશનલમાં બેવડી સદી ફટકારનાર સૌથી યુવા ખેલાડી બની ગયો છે. ગિલ ઈશાન કિશન કિશનને પાછળ છોડી ગયો. ઇશાન કિશને લગભગ છ અઠવાડિયા પહેલા 11 ડિસેમ્બર 2022ના રોજ બાંગ્લાદેશ સામે બેવડી સદી ફટકારી હતી. ત્યારે તેની ઉંમર 24 વર્ષ 145 દિવસ હતી. તે જ સમયે, ગિલે 24 વર્ષની ઉંમર પહેલા જ બેવડી સદી ફટકારી હતી.
સૌથી નાની ઉંમરમાં બેવડી સદી:-
23 વર્ષ 132 દિવસ શુભમન ગિલ વિ ન્યુઝીલેન્ડ, 2023
24 વર્ષ 145 દિવસ ઇશાન કિશન વિરુદ્ધ બાંગ્લાદેશ, ચિત્તાગોંગ, 2022
26 વર્ષ 186 દિવસ રોહિત શર્મા વિરુદ્ધ ઓસ્ટ્રેલિયા, બેંગલુરુ, 2013