ગુજરાતના તાપી જિલ્લામાં એક વિચિત્ર કિસ્સો સામે આવ્યો છે. નિઝર તાલુકાના નેવાળા ગામમાં પ્રેમી અને પ્રેમિકા વચ્ચેના સંબંધો તેમના પરિવારજનોને મંજૂર ન હતા. જેથી પરિવારજનોએ પ્રેમી અને પ્રેમિકાને લગ્ન કરવાની ના પાડી દીધી. આ પછી છ મહિના પહેલા પ્રેમી અને પ્રેમિકાએ એકબીજાને ગળે લગાવીને આત્મહત્યા કરી લીધી. આત્મહત્યા કરનાર છોકરો અને છોકરીના પુતળા તેમના પરિવારના સભ્યો દ્વારા બનાવવામાં આવ્યા. અને તેમની આસપાસ સાત વખત આંટા ફેરા કરવામાં આવ્યા.
હકીકતમાં ગણેશ નામનો છોકરો તેની ગર્લફ્રેન્ડ રંજના સાથે લગ્ન કરવા માંગતો હતો. ગણેશ ઓગસ્ટ 2022માં રંજના સાથે તેના ઘરે પહોંચી ગયો. તેના પરિવારજનોએ આ સંબંધને નકારી કાઢ્યો. આ પછી બંને ઘરની બહાર નીકળી ગયા અને થોડા કલાકો પછી તેમની લાશ ઝાડ પરથી એક જ દોરડા પર લટકતી મળી આવી.
રમેશભાઈ પાડવીએ જણાવ્યું હતું કે પરિવારને લાગ્યું કે બંને એકબીજાને ખૂબ પ્રેમ કરે છે. જે કામ આ બંને માટે પહેલા થઈ શક્યું ન હતું તે હવે આ રીતે થઈ શકશે. આ કારણે, તેમના મૃત્યુ પછી, બંનેના પુતળાના લગ્ન કરાવ્યા અમે માનીએ છીએ કે આ તેમના આત્માને શાંતિ આપશે.
જેના કારણે બંનેના પરિવારજનોએ છોકરા-છોકરીના પુતળા તૈયાર કરાવ્યા અને લગ્ન નક્કી કર્યા બાદમાં લગ્નની તમામ વિધિઓ પૂરી કરી. આ લગ્ન આદિવાસી પરંપરા મુજબ કરવામાં આવ્યા હતા.
પ્રેમી-પ્રેમિકાની શાંતિ માટે વિધિ કરીઃ-
આ અંગે કૈલાશ રામભાઈ પાડવીએ જણાવ્યું હતું કે છોકરા-છોકરીએ એક જ દોરડા પર લટકીને આત્મહત્યા કરી લીધી હતી. તેમના પરિવારે તેમના બાળકોની આત્માની શાંતિ માટે આ લગ્ન કરાવ્યા છે.
યુવતીના દાદા ભીમસિંહ પાડવીએ જણાવ્યું કે છોકરો અમારા દૂરના પરિવાર સાથે જ સંબંધ ધરાવે છે. જેના કારણે આ લગ્ન થઈ શક્યા નહીં. જો કે, હવે બંને પરિવારના સભ્યોએ નક્કી કરીને આ લગ્ન કરાવી દીધા.
નોંધઃ- જ્યારે પ્રેમી-પંખીડાએ સાથે રહેવાનો વાયદો કર્યો. જેના માટે તેમણે લગ્ન કરવાનું નક્કી કર્યું પરંતુ આ લગ્ન પ્રેમી-પ્રેમિકાના ઘરવાળાને મંજૂર ન હતા. જે વાત પ્રેમી-પંખીડાને લાગી આવતા તેમણે ઝાડ સાથે લટકીને જીંદગીનો અંત લાણી દીધો. ત્યાર બાદ છોકરી અને છોકરાના પરિવારે તેમના પુતળા બનાવી લગ્ન કરાવ્યા આ બાબત કેટલી યોગ્ય કહેવાય, જ્યારે જીવતા હતા ત્યારે લગ્ન ન કરાવ્યા પરંતુ જ્યારે બંનેએ જીદગીનો અંત લાવી દીધો ત્યારે આ નાટકો કરવાની જરૂર ક્યાં હતી.