36 C
Ahmedabad
Saturday, April 20, 2024

સોનગઢ પોલીસ સ્ટેશનના ચાર પોલીસ કર્મીઓ સામે ફરિયાદ


સેવા, સુરક્ષા ,શાંતિના નામે ઓળખાતી પોલીસ ક્યારેક પોતાની મર્યાદા ભૂલી જતી હોય છે. અથવા તો સત્તાની રૂએ સેવા, સુરક્ષા અને શાંતિના સુત્રોને સાઈટ પર મૂકી ન કરવાનું કરતી હોય છે. અને એવુંજ કંઈક કર્યું સોનગઢ પોલીસ સ્ટેશનના ચાર પોલીસ કર્માચારીઓ એટલે કે, પ્રતાપ, ઉમેશ, દશરથ, સુરેશ, આ તમામ પોલીસ કર્મચારીઓ સોનગઢ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવે છે.

ફરિયાદમાં જણાવ્યા અનુસાર પોલીસ કર્મચારી પ્રતાપ તારીખ 18/01/2023ના રોજ બપોરના સમયે દારૂ વેચનાર બુટલેગરો પાસે ઉઘરાણી માટે ગયા હતા. જો બુટલેગરો પાસે ઉઘરાણી માટે ગયા હતા તો એક વાત ફાઈનલ છે કે, સોનગઢ પોલીસ સ્ટેશનની રહેમનજર હેઠળ પૂરા સોનગઢ તાલુકામાં દારૂ વેચાઈ છે!

બુટલેગરો પાસેથી પ્રતાપ રૂપિયાની ઉઘરાણી કરી પરત ફરી રહ્યો હતો ત્યારે ફરિયાદી તેમના મોબાઈલ ફોનમાં વીડિયો ઉતારવાનું ચાલુ કર્યું હતું. અને કહ્યું હતું “તમે હપ્તાના પૈસા કોના કહેવાથી લેવા આવેલો છો ?  અને કોણે તમને અહીંયા મોકલ્યા છે? તેટલું પુછતા પોલીસકર્મી પ્રતાપ અકળાઈ ગયો અને ફરિયાદીના હાથમાંથી મોબાઈલ ફોન છીનવી લીધો. અન્ય પોલીસકર્મી દશરથને ફોન કરી ઘટના સ્થળે આવવા માટે જણાવ્યું હતું.

જે બાદ પ્રતાપ બોલ્ય હતો કે, “તે ગામમાંથી દારૂ બંધ કરાવવાનો ઠેકો લીધેલો છે” જે બાદ થોડીજ વારમાં અન્ય એક પોલીસકર્મી એટલે કે ઉમેશ પોતાની ખાનગી ગાડી લઈને આવે છે અને  ફરિયાદીને પોલીસકર્મી પ્રતાપ અને ઉમેશ બળજબરીથી ધક્કા મારી ગાડીમાં બેસાડી સોનગઢ પોલીસ સ્ટેશન લઈ ગયા હતા. અને ત્યાં લઈ જઈ રૂમનું બારણું બંધ કરી દશરથ, પ્રતાપ, સુરેશે ગંદી ગાળો બોલી માર માર્યો હોવાનું ફરિયાદમાં જણાવ્યું છે. આ બનાવ બાદ ભોગ બનનારે ચાર પોલીસ કર્મીચારીઓ સામે ફરિયાદ નોંધાવી છે. હવે આગામી સમયમાં જોવું એ રહ્યું કે, આ પોલીસ કર્મચારીઓ વિરૂધ કાર્યવાહી થાય છે કે નહી .

નોંધઃ- આ સ્ટોરીના અપટેડ સમાચાર “લોક સમાચાર” ટૂંક સમયમાં પ્રસારિત કરશે. 


Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected
0FansLike
0FollowersFollow
2FollowersFollow
71SubscribersSubscribe
- Advertisement -spot_img

વિડીયો

- Advertisement -
error: Content is protected !!